Pular para o conteúdo
Publicidade

લૂક 21:1-4

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

વિધવાનું બે દમડીનું દાન

1 ઈસુ ભક્તિસ્થાનમાં ઊંચું જોતાં હતા. ત્યાં તેમણે શ્રીમંતોને ભંડારમાં પોતાનાં દાન નાખતા જોયા. 2 એક દરિદ્રી વિધવાને તેમાં નજીવા મૂલવાળા બે નાના સિક્કા નાખતા જોઈ, 3 ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હું તમને સાચું કહું છું કે, આ ગરીબ વિધવાએ તે સર્વ કરતાં વધારે દાન આપ્યું છે. 4 કેમ કે એ સહુએ પોતાની જરૂરિયાત કરતાં વધારે હતું તેમાંથી દાન પેટીમાં કંઈક આપ્યું છે, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.’"

માથ. 24:1-12; માર્ક 13:1-2

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    1 ઈસુએ ઉપર જોયું તો તેમણે મંદિરમાં શ્રીમંતોને પોતાના દાન મંદિરનાં ભંડારમાં નાખતા જોયા. 2 તેમણે એ પણ જોયું કે એક ગરીબ વિધવાએ તાંબાના બે નાના સિક્કા નાખતા જોઈ. 3 તેમણે કહ્યું, હું સાચે જ કહું છું, "સાચે જ આ ગરીબ વિધવાએ બીજા બધા કરતા વધારે આપ્યું છે. 4 આ બધા લોકોએ તેમનું દાન તેમની સંપતિમાંથી આપ્યું; પણ તેણે તેની ગરીબાઈમાંથી જીવવા માટે જે હતું તે બધું જ આપી દીધું."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.