વિધવાનું દાન
1 ઈસુએ ઉપર જોયું તો તેમણે મંદિરમાં શ્રીમંતોને પોતાના દાન મંદિરનાં ભંડારમાં નાખતા જોયા. 2 તેમણે એ પણ જોયું કે એક ગરીબ વિધવાએ તાંબાના બે નાના સિક્કા નાખતા જોઈ. 3 તેમણે કહ્યું, હું સાચે જ કહું છું, "સાચે જ આ ગરીબ વિધવાએ બીજા બધા કરતા વધારે આપ્યું છે. 4 આ બધા લોકોએ તેમનું દાન તેમની સંપતિમાંથી આપ્યું; પણ તેણે તેની ગરીબાઈમાંથી જીવવા માટે જે હતું તે બધું જ આપી દીધું."