Pular para o conteúdo
Publicidade

લૂક 23:7-9,11,12

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

7 અને ઈસુ હેરોદના અધિકાર નીચે છે એમ તેણે જાણ્યું, ત્યારે તેમને હેરોદની પાસે મોકલ્યા; હેરોદ પોતે પણ તે દિવસોમાં યરુશાલેમમાં હતો.

8 હવે હેરોદ ઈસુને જોઈને ઘણો ખુશ થયો; કેમ કે તેમના સંબંધી તેણે સાંભળ્યું હતું, માટે ઘણાં દિવસથી તે તેમને જોવા ઇચ્છતો હતો; અને તેના દેખતા તે કંઈ ચમત્કારિક ચિહ્ન કરશે એવી આશા તે રાખતો હતો. 9 હેરોદે તેમને ઘણી વાતો પૂછી, પણ ઈસુએ તેને કશો જવાબ આપ્યો નહિ.

11 અને હેરોદે પોતાના સિપાઈઓ સહિત તેમનો તુચ્છકાર કરીને તથા મશ્કરી કરીને તેમને રાજવી વસ્ત્ર પહેરાવીને પિલાતની પાસે પાછા મોકલ્યા. 12 અને તે જ દિવસે પિલાત તથા હેરોદ એકબીજાના મિત્ર થયા; એ પહેલા તો તેઓ એકબીજા પર વેર રાખતા હતા.

માથ. 27:15-26; માર્ક 15:6-15; યોહ. 18:39-19:16

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    7 જયારે તેણે જાણ્યું કે ઈસુ હેરોદના તાબાના છે, ત્યારે તેણે તેમને હેરોદની પાસે મોકલ્યા, પોતે પણ તે સમયે યરુશાલેમમાં જ હતો.

    8 ઈસુને જોઈને હેરોદ ખુશ થઈ ગયો, કેમકે તે તેમને ઘણાં વખતથી તેમને જોવા માગતો હતો, કેમકે તેણે તેમના સંબંધી સાંભળ્યું હતુ, મારા દેખતાં તેઓ કંઇ ચમત્કાર કરી બતાવે એવી આશા તે રાખતો હતો. 9 તેણે તેમને ઘણાં પ્રશ્નો પૂંછયા પણ ઈસુએ કશો જ જવાબ આપ્યો નહિ. 11 પછી હેરોદ અને તેના સૈનિકોએ ઈસુનાં ઠઠા અને મશ્કરી કયાઁ. રાજવી ઝભ્ભો પહેરાવીને તેઓએ તેમને પિલાત પાસે પાછા મોકલી આપ્યા. 12 તે દિવસથી હેરોદ અને પિલાત મિત્ર બન્યાં, એ પહેલાં તેઓ એકબીજાનાં દુશ્મન હતા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.