7 જયારે તેણે જાણ્યું કે ઈસુ હેરોદના તાબાના છે, ત્યારે તેણે તેમને હેરોદની પાસે મોકલ્યા, પોતે પણ તે સમયે યરુશાલેમમાં જ હતો.
8 ઈસુને જોઈને હેરોદ ખુશ થઈ ગયો, કેમકે તે તેમને ઘણાં વખતથી તેમને જોવા માગતો હતો, કેમકે તેણે તેમના સંબંધી સાંભળ્યું હતુ, મારા દેખતાં તેઓ કંઇ ચમત્કાર કરી બતાવે એવી આશા તે રાખતો હતો. 9 તેણે તેમને ઘણાં પ્રશ્નો પૂંછયા પણ ઈસુએ કશો જ જવાબ આપ્યો નહિ. 11 પછી હેરોદ અને તેના સૈનિકોએ ઈસુનાં ઠઠા અને મશ્કરી કયાઁ. રાજવી ઝભ્ભો પહેરાવીને તેઓએ તેમને પિલાત પાસે પાછા મોકલી આપ્યા. 12 તે દિવસથી હેરોદ અને પિલાત મિત્ર બન્યાં, એ પહેલાં તેઓ એકબીજાનાં દુશ્મન હતા.