Pular para o conteúdo
Publicidade

માર્ક 10:13-16

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ઈસુ બાળકોને આશીર્વાદ આપે છે

13 પછી તેઓ ઈસુ પાસે બાળકોને લાવ્યા કે તે તેઓને અડકે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં. 14 ઈસુ તે જોઈને નાખુશ થયા અને તેમણે તેઓને કહ્યું કે, ‘બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.’"

15 હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશ કરશે જ નહિ.’" 16 ઈસુએ તેઓને બાથમાં લીધાં, અને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ આપ્યો.

માથ. 19:16-30; લૂક 18:18-30

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    13 લોકો નાના બાળકોને ઈસુ પાસે લાવ્યાં કે જેથી તેઓ તેમના પર હાથ મુકે, પણ શિષ્યોએ તેમને ધમકાવ્યા. 14 જયારે ઈસુએ આ જોયું ત્યારે તેઓ નારાજ થયા, તેમણે તેમને કહ્યું, "નાના બાળકોને મારી પાસે આવવાં દો, તેઓને રોકશો નહિ, કેમકે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે. 15 હું સાચે જ કહું છું કે; જે કોઈ નાના બાળક સમાન બની ઈશ્વરનું રાજય સ્વીકારશે નહિ, તે કદી તેમાં પ્રવેશી શકશે નહિ." 16 પછી તેમણે બાળકોને ઊંચકી લીધા, તેઓના પર હાથ મૂકીને તેમને આશીર્વાદ આપ્યો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.