Pular para o conteúdo
Publicidade

માર્ક 10:23-27

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

23 ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે કે, ‘જેઓની પાસે દોલત છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું પડશે!’ 24 ઈસુની વાતોથી શિષ્યો આશ્ચર્ય પામ્યા પણ ઈસુ ફરી જવાબ આપતાં તેઓને કહે છે કે, ‘બાળકો, મિલકત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું છે! 25 ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને પસાર થવું સહેલું છે.’"

26 તેઓએ ઘણું આશ્ચર્ય પામીને અંદરોઅંદર કહ્યું, ‘તો કોણ ઉદ્ધાર પામી શકે?’" 27 ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે, ‘માણસોને એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    23 ઈસુએ આસપાસ જોઈને તેમના શિષ્યોને કહ્યું, "ધનવાન માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું કેટલું મુશ્કેલ છે!"

    24 શિષ્યો તેમના શબ્દોથી આવાક બની ગયા. પણ ઈસુએ ફરીથી કહ્યું, "બાળકો, ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું કેટલું મુશ્કેલ છે! 25 ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો તેના કરતાં ઊંટ માટે સોયના નાકામાં થઈને જવું સહેલું છે."

    26 શિષ્યો વધુ આશ્ચર્ય પામ્યા, અને એકબીજાને પૂછવાં લાગ્યા, "તો કોણ તારણ પામી શકે?"

    27 ઈસુએ તેઓ તરફ દ્રષ્ટિ કરીને કહ્યું, "માણસને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને નહિ, ઈશ્વરને સર્વ શકય છે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.