Pular para o conteúdo
Publicidade

માર્ક 11:12-14,20,21

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ઈસુ અંજીરીને શ્રાપ આપે છે

12 બીજે દિવસે તેઓ બેથાનિયામાંથી બહાર આવ્યા પછી, ઈસુને ભૂખ લાગી.

13 એક અંજીરી જેને પાંદડાં હતાં તેને દૂરથી જોઈને ઈસુ તેની પાસે ગયા કે કદાચ તે પરથી કંઈ ફળ મળે; અને તેઓ તેની પાસે આવ્યા, ત્યારે પાંદડાં વિના તેમને કંઈ મળ્યું નહિ; કેમ કે અંજીરોની ઋતુ ન હતી. 14 ઈસુએ તેને કહ્યું કે, ‘હવેથી કદી કોઈ તારા પરથી ફળ નહિ ખાય’ અને તેમના શિષ્યોએ તે સાંભળ્યું.

માથ. 21:18-19

અંજીરી પરથી મળતો બોધ

20 તેઓએ સવારે અંજીરીની પાસે થઈને જતા તેને મૂળમાંથી સુકાયેલી જોઈ. 21 પિતરે યાદ કરીને ઈસુને કહ્યું કે, ‘ગુરુજી, જુઓ, જે અંજીરીને તમે શ્રાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ છે.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    12 બીજે દિવસે જયારે તેઓ બેથાનિયાથી નીકળ્યાં પછી, ઈસુ ભૂખ્યાં થયા. 13 થોડે દૂર તેમણે પુષ્કળ પાંદડાંથી છવાયેલી એક અંજીર જોઈ, કદાચ તેના પરથી ફળ મળે માટે જયારે તેઓ ત્યાં ગયા. ત્યારે પાંદડાં વિના કાંઈ મળ્યું નહિ, કારણ અંજીરની મોસમને હજી વાર હતી. 14 પછી તેમણે ઝાડને કહ્યું, "હવે પછી તારા પરથી કદી કોઈ ફળ ન ખાઓ." અને તેમના શિષ્યોએ એ સાંભળ્યું.

    20 સવારમાં શિષ્યોએ રસ્તે જતાં, પેલી અંજીર જોઈ તે મૂળમાંથી સુકાઈ ગઈ હતી. 21 તે પિતરે યાદ કરીને, ઈસુને કહ્યું, "ગુરુજી જુઓ! તમે જે અંજીરને શાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.