Pular para o conteúdo
Publicidade

માર્ક 14:12-16

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ઈસુ પોતાના શિષ્યો સાથે પાસ્ખાનું ભોજન લે છે

12 બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે, જયારે લોકો પાસ્ખાનું બલિદાન કરતા હતા, ત્યારે ઈસુના શિષ્યો તેમને પૂછે છે કે, ‘તમે પાસ્ખા ખાઓ માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ, એ વિષે તમારી શી ઇચ્છા છે?’" 13 ઈસુએ પોતાના શિષ્યોમાંના બે શિષ્યોને મોકલ્યા અને તેઓને કહ્યું કે, ‘શહેરમાં જાઓ, પાણીનો ઘડો લઈને જતો એક માણસ તમને મળશે; તેની પાછળ જજો. 14 અને જે ઘરમાં તે જાય તેના માલિકને પૂછજો કે, "ઉપદેશક કહે છે કે, મારી ઊતરવાની ઓરડી ક્યાં છે કે, જેમાં હું મારા શિષ્યો સાથે પાસ્ખા ખાઉં?"

15 તે પોતે તમને એક મોટી મેડી શણગારેલી અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.’" 16 શિષ્યો શહેરમાં આવ્યા અને જેવું ઈસુએ તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું; અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યુ.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    12 બેખમીર રોટલીનાં પર્વને પહેલે દિવસે, જયારે પાસ્ખાપવઁના ઘેટાનું બલિદાન આપવાનો રિવાજ હતો, ઈસુનાં શિષ્યોએ તેમને પૂછયું, "તમે પાસ્ખા ખાઓ માટે અમે તમારા માટે કયાં જઈને તૈયારી કરીએ એ વિશે તમારી શી ઈચ્છા છે?"

    13 ત્યારે તેઓએ તેમના શિષ્યોમાનાં બે ને મોકલ્યા અને કહ્યું, "તમે શહેરમાં જાઓ, ને તમને પાણીનો ઘડો લઈને જતો એક માણસ મળશે, તેની પાછળ જજો. 14 તે જે ઘરમાં પ્રવેશ કરે તેના માલિકને કહેજો, ગુરુજી કહે છે કે મારે ઊતરવાનો ઓરડો કયાં છે, જયાં હું મારા શિષ્યો સાથે પાસ્ખા ખાઉં? 15 તે તમને ઉપલે માળે શણગારેલો ને તૈયાર કરેલો મોટો ઓરડો બતાવશે, ત્યાં આપણે માટે તૈયારી કરજો."

    16 શિષ્યો ચાલી નીકળ્યાં ને શહેરમાં ગયા ને જેવું ઈસુએ તેઓને કહ્યું હતું તે જ પ્રમાણે મળ્યું. તેથી તેઓએ પાસ્ખાપવઁની તૈયારી કરી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.