Pular para o conteúdo
Publicidade

માર્ક 14:3,6,8,9

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

બેથાનિયામાં ઈસુને અત્તર ચોળ્યું

3 જયારે ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા અને જમવા બેઠા હતા, ત્યારે એક સ્ત્રી શુદ્ધ જટામાંસીનું અતિ મૂલ્યવાન અત્તર ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી; અને એ ડબ્બી ભાંગીને તેણે ઈસુના માથા પર અત્તર રેડ્યું.

6 પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તેને રહેવા દો; તેને કેમ સતાવો છો? તેણે મારા પ્રત્યે સારુ કામ કર્યું છે. 8 જે તેનાથી થઈ શક્યું તે તેણે કર્યું છે; દફનને સારુ અગાઉથી તેણે મારા શરીરને અત્તર લગાવ્યું છે. 9 વળી હું તમને નિશ્ચે કહું છું કે, આખી દુનિયામાં, જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરાશે, ત્યાં આ સ્ત્રીએ જે સેવા કરી છે તે તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.’"

માથ. 26:14-16; લૂક 22:3-6

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    3 જયારે તે બેથાનિયામાં હતા, સિમોન કોઢીયાનાં ઘરમાં તે જમવા બેઠાં હતા, ત્યારે એક સ્ત્રી જટામાંસીનું બનેલું અતિમૂલ્યવાન અત્તરની શીશી લઈને આવી; તે શીશી તોડીને અત્તર તેણે તેમના માથા પર રેડી દીધું.

    6 ઈસુએ કહ્યું, "તેને એકલી રહેવા દો, તેને તમે શા માટે હેરાન કરો છો? તેણે મારા પ્રત્યે ઉત્તમ કાયઁ કયુઁ છે. 8 તેનાથી થઈ શકે તે તેણે કર્યું છે. તેણે અગાઉથી દફનની તૈયારીરૂપે મારા શરીર ઉપર અત્તર રેડયું છે. 9 હું તમને સાચે જ કહું છું કે જગતભરમાં જયાં કંઈ સુસમાચારનો પ્રચાર કરવામાં આવશે, ત્યાં તેણે જે કર્યું છે તે તેની યાદગીરીમાં કહેવામાં આવશે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.