Pular para o conteúdo
Publicidade

માર્ક 14:43-46,50

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ઈસુની ધરપકડ

43 તરત, તે હજી બોલતા હતા, એટલામાં બારમાંનો એક, એટલે યહૂદા અને તેની સાથે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલોએ મોકલેલા ઘણાં લોકો તલવારો તથા લાકડીઓ લઈને ઈસુની પાસે આવ્યા. 44 હવે ઈસુને ધરપકડ કરનારાઓએ તેઓને એવી નિશાની આપી હતી કે, ‘જેને હું ચૂમીશ તે જ તે છે, તેમને પકડજો અને ચોકસાઈથી લઈ જજો.’" 45 ઈસુ આવ્યા કે તરત તેમની પાસે જઈને યહૂદા કહે છે કે, ‘ગુરુજી.’" અને તે તેમને ચૂમ્યો. 46 ત્યારે તેઓએ ઈસુને પકડી લીધા.

50 બધા ઈસુને મૂકીને નાસી ગયા.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    43 ઈસુ બોલતા હતા, તેવામાં શિષ્યોમાંનો એક એટલે યહૂદા, ત્યાં દેખાયો. મુખ્ય યાજકો, નિયમશાસ્ત્રના પંડિતો તથા વડીલોએ મોકલેલું લોકોનું મોટું ટોળું તેની સાથે હતું. તેઓ તરવાર અને લાઠીઓ લઈને આવ્યા હતા.

    44 હવે પરસ્વાઘીન કરનારે તેઓને નિશાની આપી હતી કે: "હું જેને ચુંબન કરું છું, તે જ તે માણસ હશે, તેમને પકડીને ચોકસાઈથી દૂર લઈ જજો." 45 આવતાંની સાથે જ ઈસુ પાસે જઈને યહુદાએ કહ્યું, "રાબ્બી!" અને તેમને ચુંબન કર્યું. 46 માણસોએ ઈસુને ઘેરીને પકડી લીધા.

    50 ત્યારે બધાં જ તેમને મૂકીને નાસી ગયા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.