Pular para o conteúdo
Publicidade

માર્ક 14:53,55,61-64

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ન્યાયસભા આગળ ઈસુ

53 તેઓ ઈસુને પ્રમુખ યાજકની પાસે લઈ ગયા; અને સર્વ મુખ્ય યાજકો, વડીલો તથા શાસ્ત્રીઓ તેમની સાથે ભેગા થયા.

55 હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવવા સારુ તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તે તેઓને જડી નહિ.

61 પણ ઈસુ મૌન રહ્યા. તેમણે કશો જવાબ ન આપ્યો. ફરી પ્રમુખ યાજકે તેમને પૂછ્યું કે, ‘શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે?’" 62 ઈસુએ કહ્યું કે, ‘હું છું; તમે માણસના દીકરાને પરાક્રમનાં જમણા હાથ તરફ બેઠેલા તથા આકાશના વાદળાં પર આવતા જોશો.

63 પ્રમુખ યાજકે પોતાનાં વસ્ત્રો ફાડીને કહ્યું કે, ‘હવે આપણને બીજી સાક્ષીની શી જરૂર છે? 64 તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે, તમને શું લાગે છે?’ બધાએ ઈસુને મૃત્યુદંડને યોગ્ય ઠરાવ્યાં.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    53 તેઓ ઈસુને પ્રમુખયાજક પાસે લઈ ગયાં, અને બધા મુખ્ય યાજકો, વડીલો, યહૂદી આગેવાનો, નિયમશાસ્ત્રના પંડિતો એકઠા થયા હતા.

    55 મુખ્ય યાજકોએ અને સમસ્ત યહૂદી ન્યાયસભા સાન્હેદ્રિને ઈસુને મૃત્યુદંડ ફરમાવવા માટે તેમની વિરુધ્ધ પુરાવા શોધતા હતા, પરંતુ તેઓને કંઈ મળ્યુ નહિ.

    61 પણ ઈસુ શાંત રહ્યા ને કાંઈ જ જવાબ ન આપ્યો.

    ફરી પ્રમુખ યાજકે તેમને પૂછયું, "શું તું મસીહ, સ્તુતિમાનનો પુત્ર છે?"

    62 ઈસુએ કહ્યું, "હું છું, મને માણસનાં દીકરાને પરાક્રમનાં જમણા હાથે બિરાજેલો તથા આકાશના વાદળો પર આવતો નિહાળશો."

    63 ત્યારે પ્રમુખ યાજકે પોતાનાં કપડાં ફાડયાં અને કહ્યું, "હવે આપણે વધારે સાક્ષીઓની શી જરૂર છે? 64 તમે એ ઈશ્વર નિંદા સાંભળી છે. તમારો શો અભિપ્રાય છે?"

    અને બધાએ તેમને દેહાતદંડને પાત્ર ઠરાવ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.