Pular para o conteúdo
Publicidade

માર્ક 2:23-28

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

વિશ્રામવાર વિષે પ્રશ્ન

23 એમ થયું કે વિશ્રામવારે ઈસુ અનાજના ખેતરોમાં થઈને જતા હતા; અને તેમના શિષ્યો ચાલતાં ચાલતાં કણસલાં તોડવા લાગ્યા. 24 ફરોશીઓએ તેમને કહ્યું કે, ‘જુઓ, વિશ્રામવારે જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે?’"

25 તેમણે તેઓને કહ્યું કે, ‘દાઉદને જરૂર હતી અને તે તથા તેના સાથીઓ ભૂખ્યા થયા હતા, ત્યારે તેણે શું કર્યું, એ તમે કદી વાંચ્યું નથી? 26 એટલે કે અબ્યાથાર પ્રમુખ યાજક હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં જઈને, અર્પેલી રોટલીઓ જે માત્ર યાજકો સિવાય કોઈને ખાવાની છૂટ ન હતી તે તેણે ખાધી, અને તેના સાથીઓને પણ આપી.’"

27 તેમણે તેઓને કહ્યું કે, ‘વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહિ; 28 માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    23 એક વિશ્રામવારે ઈસુ અને તેમના શિષ્યો દાણાના ખેતરમાંથી પસાર થતા હતા. શિષ્યો ઘઉંનાં કણસલાં તોડતા હતા. 24 કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું, "જુઓ, તેઓ જે નિયમની વિરુધ્ધ છે તે વિશ્રામવારે કેમ કરે છે."

    25 ઈસુએ ઉત્તર આપ્યો, "દાવિદ અને તેના સાથીઓ ભૂખ્યાં અને જરૂરિયાતમાં હતા ત્યારે જે બન્યું તે શું તમે વાંચ્યું નથી? 26 અબ્યાથાર મુખ્ય યાજકના સમયમાં તે મંદિરમાં જઈને જે અર્પિત રોટલી ફકત યાજકોને ખાવાની છૂટ હતી તેણે ખાધી તેમજ તેના સાથીઓએ પણ ખાધી."

    27 "વિશ્રામવાર માણસનાં માટે બનાવ્યો છે, માણસ વિશ્રામવાર માટે નથી. 28 માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છું."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.