Pular para o conteúdo
Publicidade

માર્ક 6:17-20

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

17 કેમ કે હેરોદે પોતે યોહાનને પકડાવ્યો હતો અને પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે તેને જેલમાં પૂર્યો હતો; કેમ કે હેરોદે હેરોદિયાને પત્ની કરી હતી.

18 તેથી યોહાને હેરોદને કહ્યું હતું કે, ‘તારા ભાઈની પત્નીને રાખવી તે તને ઉચિત નથી.’" 19 એને લીધે હેરોદિયા યોહાન પર અદાવત રાખતી અને તેને મારી નાખવા ચાહતી હતી, પણ તે એમ કરી શકતી ન હતી. 20 કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી ડરતો, તેને સુરક્ષિત રાખતો હતો. તે તેને સાંભળતો અને તેનું સાંભળીને બહુ ગૂંચવણમાં પડતો હતો, તોપણ ખુશીથી તેનું સાંભળતો હતો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    17 કેમકે હેરોદે પોતે યોહાનની ધરપકડ કરાવી હતી, અને જેલમાં બાંધીને પૂર્યો હતો. હેરોદિયાસને કારણ તેણે એમ કયુઁ, હેરોદ રાજા પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને પરણ્યો હતો. 18 આ અંગે યોહાન હેરોદને કહ્યાં કરતો હતો કે "નિયમ પ્રમાણે તારે તારા ભાઈની પત્ની રાખવી એ ઉચિત નથી." 19 યોહાનને મારી નંખાવી હેરોદિયાસ વેર વાળવાં માંગતી હતી. પણ તે એમ ન કરી શકી. 20 કેમકે હેરોદ તેની બીક રાખતો અને રક્ષણ કરતો, તે જાણતો કે, યોહાન ન્યાયી અને પવિત્ર માણસ હતો. યોહાનની વાત સાંભળીને હેરોદ અસ્વસ્થ બની જતો છતાં, તેને યોહાનનું સાંભળવું ગમતું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.