Pular para o conteúdo
Publicidade

માથ્થી 1:18,20-23,25

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ઈસુ ખ્રિસ્તનો જન્મ

18 ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. તેમની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થયા પછી, તેઓનો શારીરિક સંબંધ થયા અગાઉ તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ.

20 જયારે તે એ બાબત વિશે વિચારતો હતો, ત્યારે પ્રભુનો દૂત તેને સ્વપ્નમાં દેખાયો અને કહ્યું કે, "યૂસફ, દાઉદના દીકરા, તું તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીશ નહિ; કેમ કે તેના ગર્ભમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે. 21 તેને દીકરો થશે અને તું તેમનું નામ ઈસુ પાડશે, કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી ઉદ્ધાર કરશે."

22 હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય, એટલે, 23 "જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ‘ઈશ્વર આપણી સાથે."

25 મરિયમને દીકરો થયો ત્યાં સુધી યૂસફે મરિયમની સાથે શારીરિક સંબંધ કર્યો નહિ; અને તેણે તેમનું નામ ઈસુ પાડ્યું.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    18 ઈસુ મસીહના જન્મ વિષેની હકીકત આ મુજબ છે: તેમની માતા મરિયમની સગાઈ યોસેફ સાથે થઈ હતી પરંતુ તેમના મિલાપ થયા અગાઉ, તે પવિત્ર આત્માથી સગર્ભા થયેલી જણાઈ.

    20 પણ તેણે આ વાતનો વિચાર કયાઁ પછી, પ્રભુના એક દૂતે સ્વપ્નમાં તેને દશઁન આપીને કહ્યું કે, "યોસેફ, દાવિદના દીકરા! મરિયમને તારી પત્ની તરીકે ઘરે લઈ જવા ગભરાઈશ નહિ; કારણ કે, તેને જે ગર્ભ રહેલો છે, તે પવિત્ર આત્માથી છે. 21 તે એક પુત્રને જન્મ આપશે, અને તું તેનું નામ ઈસુ પાડશે, કારણ કે તે પોતાના લોકોને તેઓના પાપમાંથી તારશે."

    22 એ બધુ એ માટે થયું કે પ્રબોધક દ્વારા પ્રભુએ જે કહેલું તે પુરું થાય: 23 "જુઓ કુમારિકા સગર્ભા થશે, ને પુત્રને જનમ આપશે અને તેઓ તેને ઈમ્માનુએલ કહેશે." (એટલે "ઈશ્વર આપણી સાથે છે.")

    25 પરંતુ મરિયમને પુત્રનો પ્રસવ ન થયો ત્યાં સુધી યોસેફે તેને જાણી નહિ. અને તેણે તેનું નામ ઈસુ પાડયું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.