યોસેફ ઈસુને પોતાના પુત્ર તરીકે સ્વીકારે છે
18 ઈસુ મસીહના જન્મ વિષેની હકીકત આ મુજબ છે: તેમની માતા મરિયમની સગાઈ યોસેફ સાથે થઈ હતી પરંતુ તેમના મિલાપ થયા અગાઉ, તે પવિત્ર આત્માથી સગર્ભા થયેલી જણાઈ.
20 પણ તેણે આ વાતનો વિચાર કયાઁ પછી, પ્રભુના એક દૂતે સ્વપ્નમાં તેને દશઁન આપીને કહ્યું કે, "યોસેફ, દાવિદના દીકરા! મરિયમને તારી પત્ની તરીકે ઘરે લઈ જવા ગભરાઈશ નહિ; કારણ કે, તેને જે ગર્ભ રહેલો છે, તે પવિત્ર આત્માથી છે. 21 તે એક પુત્રને જન્મ આપશે, અને તું તેનું નામ ઈસુ પાડશે, કારણ કે તે પોતાના લોકોને તેઓના પાપમાંથી તારશે."
22 એ બધુ એ માટે થયું કે પ્રબોધક દ્વારા પ્રભુએ જે કહેલું તે પુરું થાય: 23 "જુઓ કુમારિકા સગર્ભા થશે, ને પુત્રને જનમ આપશે અને તેઓ તેને ઈમ્માનુએલ કહેશે." (એટલે "ઈશ્વર આપણી સાથે છે.")
25 પરંતુ મરિયમને પુત્રનો પ્રસવ ન થયો ત્યાં સુધી યોસેફે તેને જાણી નહિ. અને તેણે તેનું નામ ઈસુ પાડયું.