24 તેમણે તે સ્ત્રીને ઉત્તર આપ્યો કે, "ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મને મોકવામાં આવ્યો નથી." 25 પછી તે સ્ત્રીએ ઈસુની પાસે આવીને તેમને પગે પડીને કહ્યું કે, "ઓ પ્રભુ, મને મદદ કરો." 26 તેમણે ઉત્તર આપતાં કહ્યું કે, "છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે ઉચિત નથી."
27 તે સ્ત્રીએ કહ્યું કે, "ખરું, પ્રભુ, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકોની મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે." 28 ઈસુએ ઉત્તર આપતાં તેને કહ્યું કે, "ઓ બહેન, તારો વિશ્વાસ મોટો છે જેવું તું ચાહે છે તેવું તને થાઓ." તે જ સમયે તેની દીકરીને સાજાંપણું મળ્યું.