Pular para o conteúdo
Publicidade

માથ્થી 15:24-28

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

24 તેમણે જવાબ આપ્યો કે, "ફકત ઇઝરાયેલનાં ખોવાયેલાં ઘેટાં પાસે મને મોકલવામાં આવ્યો છે."

25 તે સ્ત્રીએ આવીને ઈસુને પગે પડીને કહ્યું. "પ્રભુ! મને મદદ કરો!"

26 તેમણે જવાબ આપ્યો, "છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાંખવી એ યોગ્ય નથી!"

27 તેણે કહ્યું, "હા, પ્રભુ, એ તો છે કૂતરાં પણ પોતાના માલીકના ટેબલ પરથી જે ટુકડા પડે છે તે ખાય છે."

28 ત્યારે ઈસુએ તેને કહ્યું, "બાઈ, તારો વિશ્વાસ મોટો છે! તારી માંગણી પૂરી કરવામાં આવે છે." અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    24 તેમણે તે સ્ત્રીને ઉત્તર આપ્યો કે, "ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મને મોકવામાં આવ્યો નથી." 25 પછી તે સ્ત્રીએ ઈસુની પાસે આવીને તેમને પગે પડીને કહ્યું કે, "ઓ પ્રભુ, મને મદદ કરો." 26 તેમણે ઉત્તર આપતાં કહ્યું કે, "છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે ઉચિત નથી."

    27 તે સ્ત્રીએ કહ્યું કે, "ખરું, પ્રભુ, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકોની મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે." 28 ઈસુએ ઉત્તર આપતાં તેને કહ્યું કે, "ઓ બહેન, તારો વિશ્વાસ મોટો છે જેવું તું ચાહે છે તેવું તને થાઓ." તે જ સમયે તેની દીકરીને સાજાંપણું મળ્યું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.