Pular para o conteúdo
Publicidade

માથ્થી 2:16-18

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

બાળકોની હત્યા

16 જયારે હેરોદને માલૂમ પડ્યું કે જ્ઞાનીઓએ તેને છેતર્યો છે, ત્યારે તે ઘણો ગુસ્સે થયો અને માણસો મોકલીને જે વેળા સંબંધી તેણે જ્ઞાનીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષનાં તથા તેથી નાનાં સર્વ નર બાળકો જેઓ બેથલેહેમમાં તથા તેના આસપાસના વિસ્તારમાં હતાં, તેઓને મારી નંખાવ્યાં.

17 ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, 18 "રામાની સ્ત્રીઓ રુદન તથા મોટા વિલાપ કરે છે. એટલે તે સ્ત્રીઓની પૂર્વજ રાહેલ પોતાનાં બાળકો માટે રડે છે પણ દિલાસો પામવા ઇચ્છતી નહોતી, કેમ કે તેના સંતાન રહ્યાં ન હતા."

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    16 જયારે હેરોદે જાણ્યું કે માગીઓ દ્રારા મને ઠગવામાં આવ્યો છે, ત્યારે તે ક્રોધે ભરાયો, તેણે સૈનિકોને આદેશ આપ્યો કે તેઓ બેથલેહેમ તથા તેની આસપાસની સરહદોમાં બે વરસના તથા તેથી નાની ઉંમર નાં પ્રત્યેક નર બાળકને મારી નાંખે, જે સમય સંબંઘી તેને માગીઓ ની પાસેથી ચોકસાઈથી ખબર મળી હતી. 17 ત્યારે યર્મિયા પ્રબોધક દ્વારા કહેલી ભવિષ્યવાણી પૂરી થઈ:

    18 "રામા માં પોકાર સંભળાયો,

    રડવાનો અને મોટા વિલાપનો,

    રાહેલ પોતાના સંતાનોને માટે વિલાપ કરે છે.

    અને દિલાસો પામવા નથી ચાહતી!

    કારણ તેઓ હવે નથી."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.