16 જયારે હેરોદે જાણ્યું કે માગીઓ દ્રારા મને ઠગવામાં આવ્યો છે, ત્યારે તે ક્રોધે ભરાયો, તેણે સૈનિકોને આદેશ આપ્યો કે તેઓ બેથલેહેમ તથા તેની આસપાસની સરહદોમાં બે વરસના તથા તેથી નાની ઉંમર નાં પ્રત્યેક નર બાળકને મારી નાંખે, જે સમય સંબંઘી તેને માગીઓ ની પાસેથી ચોકસાઈથી ખબર મળી હતી. 17 ત્યારે યર્મિયા પ્રબોધક દ્વારા કહેલી ભવિષ્યવાણી પૂરી થઈ:
18 "રામા માં પોકાર સંભળાયો,
રડવાનો અને મોટા વિલાપનો,
રાહેલ પોતાના સંતાનોને માટે વિલાપ કરે છે.
અને દિલાસો પામવા નથી ચાહતી!
કારણ તેઓ હવે નથી."