Pular para o conteúdo
Publicidade

માથ્થી 25:31-34,41,46

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

દેશજાતિઓનો ન્યાય

31 જયારે માણસના દીકરા પોતાના મહિમામાં સર્વ પવિત્ર સ્વર્ગદૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. 32 સર્વ દેશજાતિઓ તેમની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે. 33 ઘેટાંને તે પોતાને જમણે હાથે, પણ બકરાંને ડાબે હાથે રાખશે.

34 ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે, ‘મારા પિતાના આશીર્વાદિતો તમે આવો, જે રાજ્ય સૃષ્ટિનો પાયો નાખ્યા અગાઉ તમારે સારુ તૈયાર કરેલું છે તેનો વારસો લો.

41 પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે, ‘ઓ શાપિતો, જે અનંતઅગ્નિ શેતાન તથા તેના દૂતોને સારુ તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ,

46 તેઓ અનંતકાળિક સજા માટે જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં પ્રવેશશે."

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    31 "જયારે માણસનો દીકરો પોતાના મહિમામાં સવઁ દૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના ગૌરવી રાજ્યાસન પર બિરાજશે. 32 સવઁ દેશજાતીઓ તેની આગળ એકઠી કરવામાં આવશે, અને તે સર્વ લોકોને એકબીજાથી જુદી પાડીશ જેમ ઘેટાપાળક ઘેંટાંને બકરાંથી જુદાં પાડે છે, 33 તે ઘેટાંને તેની જમણે અને બકરાંને તેની ડાબે રાખશે.

    34 "ત્યારે રાજા તેની જમણી તરફનાંઓને કહેશે, ‘મારા પિતાનાં આશીર્વાદિતો આવો! જગતની ઉત્પતિ પહેલાં તમારાં માટે તૈયાર કરેલ છે તેનો વારસો લો.

    41 "પછી તેમની ડાબી તરફનાંઓને કહેશે, ‘મારી આગળથી દૂર જાઓ, ઓ શાપિતો! શેતાન અને તેના દૂતો માટે તૈયાર કરેલાં અનંત અગ્નિમાં;

    46 "ત્યારે તેઓ અનંતકાળની શિક્ષામાં જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.