ઘેટાં અને બકરાં
31 "જયારે માણસનો દીકરો પોતાના મહિમામાં સવઁ દૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના ગૌરવી રાજ્યાસન પર બિરાજશે. 32 સવઁ દેશજાતીઓ તેની આગળ એકઠી કરવામાં આવશે, અને તે સર્વ લોકોને એકબીજાથી જુદી પાડીશ જેમ ઘેટાપાળક ઘેંટાંને બકરાંથી જુદાં પાડે છે, 33 તે ઘેટાંને તેની જમણે અને બકરાંને તેની ડાબે રાખશે.
34 "ત્યારે રાજા તેની જમણી તરફનાંઓને કહેશે, ‘મારા પિતાનાં આશીર્વાદિતો આવો! જગતની ઉત્પતિ પહેલાં તમારાં માટે તૈયાર કરેલ છે તેનો વારસો લો.
41 "પછી તેમની ડાબી તરફનાંઓને કહેશે, ‘મારી આગળથી દૂર જાઓ, ઓ શાપિતો! શેતાન અને તેના દૂતો માટે તૈયાર કરેલાં અનંત અગ્નિમાં;
46 "ત્યારે તેઓ અનંતકાળની શિક્ષામાં જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં."