Pular para o conteúdo
Publicidade

માથ્થી 26:36-39

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ગેથસેમાનેમાં ઈસુની પ્રાર્થના

36 ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામની જગ્યાએ આવ્યા અને શિષ્યોને કહ્યું કે, "હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો." 37 પિતરને તથા ઝબદીના બે દીકરાઓને સાથે લઈને ઈસુ પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા. 38 પછી ઈસુએ તેઓને કહ્યું કે, "મારો જીવ મરવા જેવો ઘણો દુઃખી છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો."

39 પછી તેમણે થોડે દૂર જઈને મુખ નમાવીને પ્રાર્થના કરતાં કહ્યું કે, "ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ."

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    36 ત્યારે ઈસુ શિષ્યોની સાથે ગેથસેમાને કહેવાતી જગ્યાએ ગયા, અને તેમણે તેમને કહ્યું, "હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો." 37 તેઓએ પિતરને તથા ઝબદીના દીકરાને તેમની સાથે લીધા, અને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા. 38 ત્યારે તેમણે તેઓને કહ્યું, "મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે, તમે અહીં મારી સાથે રહીને જાગતાં રહો."

    39 થોડેક દૂર જઈને, તેઓ જમીન પર ઊંધે મોંએ પડીને પ્રાર્થના કરી, "મારા પિતા, શકય હોય તો આ પ્યાલો મારાંથી દૂર થાય; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.