ગેથસેમાને
36 ત્યારે ઈસુ શિષ્યોની સાથે ગેથસેમાને કહેવાતી જગ્યાએ ગયા, અને તેમણે તેમને કહ્યું, "હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો." 37 તેઓએ પિતરને તથા ઝબદીના દીકરાને તેમની સાથે લીધા, અને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા. 38 ત્યારે તેમણે તેઓને કહ્યું, "મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે, તમે અહીં મારી સાથે રહીને જાગતાં રહો."
39 થોડેક દૂર જઈને, તેઓ જમીન પર ઊંધે મોંએ પડીને પ્રાર્થના કરી, "મારા પિતા, શકય હોય તો આ પ્યાલો મારાંથી દૂર થાય; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ."