Pular para o conteúdo
Publicidade

માથ્થી 27:62-66

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

કબરની ચોકી

62 સિદ્ધીકરણને બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થયા. 63 તેઓએ કહ્યું કે, "સાહેબ, અમને યાદ છે કે, તે છેતરનાર જીવતો હતો ત્યારે કહેતો હતો કે, ‘ત્રણ દિવસ પછી હું પાછો ઊઠીશ.’ 64 માટે ત્રણ દિવસ સુધી કબરની ચોકી રાખવાની આજ્ઞા કરો, રખેને તેના શિષ્યો આવીને તેને ચોરી જાય અને લોકોને કહે કે, મૂએલાંઓમાંથી તે જી ઊઠ્યો છે અને છેલ્લું કાવતરું પહેલીના કરતાં મોટું થશે."

65 ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, "આ ચોકીદારો લઈને જાઓ અને તમારાથી બની શકે તેવી તેની ચોકી રખાવો." 66 તેથી તેઓ ગયા અને પથ્થરને મહોર મારીને તથા ચોકીદારો બેસાડીને કબરનો જાપ્તો રાખ્યો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    62 તૈયારીના બીજે દિવસે, મુખ્ય યાજકો અને ફરોશીઓ પિલાત પાસે ગયા. 63 તેઓએ કહ્યું, "સાહેબ, અમને યાદ છે કે એ ઠગ જીવતો હતો ત્યારે કહ્યું હતું કે, ‘ત્રણ દિવસ પછી હું પાછો સજીવન થઈશ.’ 64 તેથી ત્રણ દિવસ સુધી કબર પર જાપ્તો રાખવાનો હુકમ કરો, નહિતર તેના શિષ્યો આવીને તેનું શબ ચોરી જઈને બધાને કહેશે કે તે મરણમાંથી સજીવન થયો છે. આમ છેલ્લી ભુલ પહેલીના કરતાં વધારે મોટી થશે."

    65 પિલાતે તેઓને કહ્યું, "સૈનિકો લો, જાવ ને તમારાથી બને તેઓ જાપ્તો રખાવો." 66 તેથી તેઓ ગયા ને પથ્થર પર મુદ્રા મારી અને ચોકીદારો ગોઠવીને કબરને સુરક્ષિત કરી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.