Pular para o conteúdo
Publicidade

માથ્થી 6:26-30

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

26 આકાશના પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, કાપતાં નથી અને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા સ્વર્ગીય પિતા તેઓનું પોષણ કરે છે. તો તેઓ કરતાં તમે અધિક મૂલ્યવાન નથી શું?

27 ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળમાં એકાદ પળનો વધારો કરી શકે છે? 28 વળી વસ્ત્રો સંબંધી તમે ચિંતા કેમ કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી અને કાંતતાં પણ નથી. 29 તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.

30 એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં નંખાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું તેથી વિશેષ નહિ પહેરાવે?

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    26 આકાશના પક્ષીઓને જુઓ; તેઓ વાવતા નથી કે, લણતા નથી ને કોઠારોમાં ભરતા નથી, અને છતાં સ્વર્ગમાંના તમારાં ઈશ્વર પિતા તેમને ખવડાવે છે. શું તમે તેમના કરતા અધિક મૂલ્યવાન નથી? 27 શું તમારામાંથી કોઈ ચિંતા કરીને તમારા જીવનમાં એક કલાકનો ઉમેરો કરી શકે છે?

    28 "અને તમારાંં વસ્ત્રો વિષે શા માટે ચિંતા કરો છો? જુઓ ખેતરમાંના ફૂલો કેવાં વધે છે. તેઓ શ્રમ કરતાં નથી કે કાંતતા નથી. 29 તોપણ હું તમને કહું છું કે સોલોમોન પણ તેના સઘળા મહિમામાં તેઓમાંના એકના જેઓ પહેરેલો ન હતો. 30 જો ખેતરમાનાં ઘાસને ઈશ્વર એવું પહેરાવે છે જે આજે છે અને આવતીકાલે અગ્નિમાં નંખાશે, શું તમને તેથી વિશેષ નહિ પહેરાવે? ઓ અલ્પવિશ્વાસી?

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.