26 આકાશના પક્ષીઓને જુઓ; તેઓ વાવતા નથી કે, લણતા નથી ને કોઠારોમાં ભરતા નથી, અને છતાં સ્વર્ગમાંના તમારાં ઈશ્વર પિતા તેમને ખવડાવે છે. શું તમે તેમના કરતા અધિક મૂલ્યવાન નથી? 27 શું તમારામાંથી કોઈ ચિંતા કરીને તમારા જીવનમાં એક કલાકનો ઉમેરો કરી શકે છે?
28 "અને તમારાંં વસ્ત્રો વિષે શા માટે ચિંતા કરો છો? જુઓ ખેતરમાંના ફૂલો કેવાં વધે છે. તેઓ શ્રમ કરતાં નથી કે કાંતતા નથી. 29 તોપણ હું તમને કહું છું કે સોલોમોન પણ તેના સઘળા મહિમામાં તેઓમાંના એકના જેઓ પહેરેલો ન હતો. 30 જો ખેતરમાનાં ઘાસને ઈશ્વર એવું પહેરાવે છે જે આજે છે અને આવતીકાલે અગ્નિમાં નંખાશે, શું તમને તેથી વિશેષ નહિ પહેરાવે? ઓ અલ્પવિશ્વાસી?