Pular para o conteúdo
Publicidade

રોમનોને પત્ર 5:12,15,17-19

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

આદમથી મરણ અને ખ્રિસ્તથી જીવન

12 તે માટે જેમ એક મનુષ્યથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મૃત્યુ આવ્યું; કેમ કે બધાએ પાપ કર્યું હોવાથી બધા મનુષ્યોમાં મૃત્યુનો સંચાર થયો.

પાપની ગુલામીમાંથી મુક્ત થવાનો માર્ગ

15 પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી; કેમ કે જો એકના અપરાધને લીધે ઘણાં મરણ પામ્યા, તો વિશેષ કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાંનાં ઉપર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયાં છે.

17 કેમ કે જો એકથી એટલે આદમના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયીપણાનું દાન પુષ્કળ પામે છે, તેઓ એકથી એટલે ઈસુ ખ્રિસ્તથી, જીવનમાં રાજ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે!

18 માટે જેમ એક અપરાધથી બધા મનુષ્યોને શિક્ષા ફરમાવાઈ, તેમ એક ન્યાયી કાર્યથી બધા માણસોને જીવનરૂપ ન્યાયીકરણનું દાન મળ્યું. 19 કેમ કે જેમ એક મનુષ્યના આજ્ઞાભંગથી ઘણાં પાપી થયા, તેમ જ એકના આજ્ઞાપાલનથી ઘણાં નિર્દોષ ઠરશે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    12 તેથી, જેમ એક માણસથી જગતમાં પાપ આવ્યું, અને પાપથી મરણ, અને તે જ રીતે સઘળા માણસોમાં મરણ આવ્યું, કેમકે સઘળાંએ પાપ કર્યું.

    15 પણ એ દાન પાપ જેવું નથી કેમકે જો એક માણસના પાપથી ઘણાં લોકો મૃત્યું પામ્યા, તો વિશેષ કરીને એક માણસની એટલે કે ઈસુ મસીહની કૃપાથી ઘણાના પર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયાં છે. 17 કેમકે એક માણસના પાપને કારણે મરણે રાજ કર્યું. પરંતુ જે કોઈ ઈશ્વરની કૃપા અને ન્યાયપણાનું દાન પુષ્કળ મેળવે છે તેઓ એક માણસ એટલે ઈસુ મસીહથી, જીવનમાં રાજ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂવઁક છે.

    18 તેથી જેમ, એક માણસના પાપને કારણે સર્વ પર શિક્ષા આવી પડી, તેમ એક ન્યાયી કાયઁ બધા લોકો માટે ન્યાયકરણ અને જીવનનું કારણ બન્યું. 19 કેમકે એક માણસના આજ્ઞાભંગને કારણે ઘણાં પાપી થયાં, તેમજ એકના આજ્ઞાપાલનથી ઘણાં ન્યાયી ઠરશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.