આદમથી મરણ, મસિહથી જીવન
12 તેથી, જેમ એક માણસથી જગતમાં પાપ આવ્યું, અને પાપથી મરણ, અને તે જ રીતે સઘળા માણસોમાં મરણ આવ્યું, કેમકે સઘળાંએ પાપ કર્યું.
15 પણ એ દાન પાપ જેવું નથી કેમકે જો એક માણસના પાપથી ઘણાં લોકો મૃત્યું પામ્યા, તો વિશેષ કરીને એક માણસની એટલે કે ઈસુ મસીહની કૃપાથી ઘણાના પર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયાં છે. 17 કેમકે એક માણસના પાપને કારણે મરણે રાજ કર્યું. પરંતુ જે કોઈ ઈશ્વરની કૃપા અને ન્યાયપણાનું દાન પુષ્કળ મેળવે છે તેઓ એક માણસ એટલે ઈસુ મસીહથી, જીવનમાં રાજ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂવઁક છે.
18 તેથી જેમ, એક માણસના પાપને કારણે સર્વ પર શિક્ષા આવી પડી, તેમ એક ન્યાયી કાયઁ બધા લોકો માટે ન્યાયકરણ અને જીવનનું કારણ બન્યું. 19 કેમકે એક માણસના આજ્ઞાભંગને કારણે ઘણાં પાપી થયાં, તેમજ એકના આજ્ઞાપાલનથી ઘણાં ન્યાયી ઠરશે.