Pular para o conteúdo
Publicidade

1 થેસ્સાલોનિકી 3

1 છેવટે અમે તે સહન ન કરી શક્યાં ત્યારે આથેન્સમાં એકલા રહેવાનું નક્કી કર્યું 2 અમે તિમોથીને તમારી પાસે મોકલ્યો, જે અમારો ભાઈ મસીહના સુસમાચાર ફેલાવવામાં ઈશ્વરની સેવામાં સહકાયઁકતાઁ છે, એ માટે કે તે તમને વિશ્વાસમાં દ્રઢ કરીને ઉત્તેજન આપે; 3 જેથી કોઇ પણ આ કસોટીઓથી ડગી ન જાય, કેમકે તમે જાણો છો કે આપણે તેમના માટે જ નિમાઁણ થયેલા છીએ. 4 કારણ કે જયારે અમે તમારી સાથે હતા ત્યારે તમને અગાઉથી ચેતવણી આપી હતી કે તમારાં ઉપર સતાવણી આવશે, અને બન્યું પણ એમ જ તે તમે જાણો છો. 5 એ જ કારણથી હું વધુ સહન ન કરી શકયો ત્યારે તમારાં વિશ્વાસ વિષે જાણવા સારું તેને મોકલ્યો, મને ડર હતો કે કદાચ પરીક્ષણ કરનાર કોઇ રીતે તમારું પરીક્ષણ કરે અને અમારું કાર્ય નિષ્ફળ ગયું હોય.

તિમોથીનો ઉત્તેજનદાયક અહેવાલ

6 પણ હમણાં જ તિમોથી તમારે ત્યાંથી અમારી પાસે આવ્યો, અને તમારાં વિશ્વાસ તથા પ્રેમ વિશે ખુશકારક સમાચાર કહ્યાં. અને જેમ અમે તમને જોવા માટે આતુર છીએ, તેમ તમે પણ અમને જોવાને આતુર છો. ને સદા અમારું પ્રેમપૂવઁક સ્મરણ કરો છો. 7 એ માટે, ભાઈઓ અને બહેનો, અમારા સવઁ સંકટ તથા સતાવણીમાં તમારા વિશ્વાસથી અમને તમારાં વિષે દિલાસો મળ્યો છે. 8 કેમકે તમે પ્રભુમાં દ્રઢ રહો તો તેથી અમે ખરેખર જીવીએ છીએ. 9 તમારે લીધે અમે અમારા ઈશ્વરની આગળ આનંદ કરીએ છીએ, તેના બદલામાં અમે તમારાં માટે ઈશ્વરનો કેટલો આભાર માની શકીએ? 10 અમે રાતદિવસ ખુબજ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ કે અમે તમને ફરીથી રૂબરૂ મળી શકીએ અને તમારાં વિશ્વાસમાં કાંઈ ઊણપ હોય તો તે પૂર્ણ કરી શકીએ.

11 હવે આપણા ઈશ્વર અને પિતા પોતે આપણામાં પ્રભુ ઈસુ તમારી પાસે આવવાં અમારો માર્ગ ખુલ્લો કરે. 12 જેમ અમારો પ્રેમ તમારાં માટે વધુ છે તેમ પ્રભુ એકબીજા પરનાં તથા સવઁ માણસો પરનાં તમારાં પ્રેમમાં પુષ્કળ વધારો કરે. 13 એ માટે કે જયારે આપણો પ્રભુ ઈસુ પોતાના બધા સંતો સાથે આવે, ત્યારે તમે આપણા ઈશ્વર અને પિતાની સમક્ષ તે તમારાં હ્રદયોને નિર્દોષ અને પવિત્ર ઠરાવીને દ્રઢ કરે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

1 Tessalonicenses
Ver todos os capítulos de 1 Tessalonicenses