Pular para o conteúdo
Publicidade

1 થેસ્સાલોનિકી 4:15-17

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

15 પ્રભુના વચન પ્રમાણે અમે તમને કહીએ છીએ કે પ્રભુના આગમન સમયે જેઓ જીવંત હશે તેઓ ચોકકસપણે ઊંઘી ગયેલાઓની અગાઉ જનાર નથી. 16 કેમકે પ્રભુ પોતે ગર્જનાસહિત, પ્રમુખદૂતના પોકાર સહિત અને ઈશ્વરના રણશિંગડાંનાં અવાજ સાથે સ્વર્ગમાંથી ઊતરશે અને જેઓ મસીહમાં મૃત્યુ પામ્યા છે તેઓ પ્રથમ સજીવન થશે. 17 ત્યાર પછી, આપણામાંનાં જેઓ જીવતાં અને બાકી રહેલાં છે તેઓ પ્રભુને મળવાં માટે તેમની સાથે વાદળોમાં ઊચકાઇ જઈશું; અને એમ આપણે સદા પ્રભુની સાથે રહીશું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    15 કેમ કે પ્રભુના વચન દ્વારા અમે તમને કહીએ છીએ કે, પ્રભુના આવવાના સમયે આપણામાંના જેઓ જીવતાં રહેનારાં છે તેઓ ઊંઘેલાઓની અગાઉ જનારા નથી જ.

    16 કેમ કે પ્રભુ પોતે ગર્જના, પ્રમુખ દૂતની વાણી, તથા ઈશ્વરના રણશિંગડાના અવાજ સહિત સ્વર્ગમાંથી ઊતરશે; અને ખ્રિસ્તમાં જેઓ મૃત્યુ પામેલાં છે તેઓ પ્રથમ ઉત્થાન પામશે. 17 પછી આપણે જેઓ જીવતાં રહેનારાં છીએ તેઓ આકાશમાં પ્રભુને મળવા સારુ તેઓની સાથે વાદળોમાં ખેંચાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

1 Tessalonicenses
Ver todos os capítulos de 1 Tessalonicenses