Pular para o conteúdo
Publicidade

2 યોહાન 1

1 વડીલ,

ઈશ્વરની પસંદ કરેલી બહેન અને તેનાં બાળકો, જેમને હું પુષ્કળ પ્રેમ કરું છું, અને માત્ર હું નહિ પણ સવઁ સત્ય જાણનારાં, 2 સત્યની ખાતર, જે સત્ય આપણામાં રહે છે, અને સવઁકાળ સુધી રહેવાનું છે:

3 ઈશ્વર પિતાથી તથા પિતાનાં પુત્ર ઈસુ મસીહથી આપણને દયા, કૃપા તથા શાંતિ, સત્યમાં તથા પ્રેમમાં રહેશે.

4 જેમ પિતાએ આજ્ઞા આપી છે તેમ, તારાં કેટલાંક બાળકો સત્યમાં ચાલતાં મે જોયા છે, તેથી મને ઘણો આનંદ થાય છે. 5 હવે બહેન, હું તને નવી આજ્ઞા લખું છું એમ નહિ, પણ આરંભથી જે આજ્ઞા મળેલી છે તે લખીને તને વિનંતી કરું છું કે આપણે એકબીજા પર પ્રેમ કરીએ. 6 આપણે તેમની આજ્ઞા પ્રમાણે ચાલીએ તે જ પ્રેમ છે: જેમ તમે આરંભથી સાંભળ્યું તેમ તમે પ્રેમમાં ચાલો એ જ તેમની આજ્ઞા છે,

7 કેમકે જગતમાં ઘણાં ભમાવનારાં ઊભા થયા છે, ઈસુ મસીહ શરીર ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા એવું તેઓ માનતા નથી. તેવાં લોકો જ ભમાવનારાં તથા મસીહ વિરોધીઓ છે. 8 તમે સાવધ રહો, જેથી અમે જે કામ કયુઁ છે, તેનો તમે નાશ ન કરો, પણ તેનું પુરું પ્રતિફળ પામો. 9 જે કોઇ હદ બહાર જાય છે, અને મસીહના શિક્ષણને વળગી રહેતો નથી, તેને ઈશ્વર નથી; શિક્ષણને જે વળગી રહે છે તેને પિતા તથા પુત્ર બન્ને છે. 10 કોઈ માણસ તમારી પાસે આવે, અને આ શિક્ષણ ન લાવે, તો તેને તમારાં ઘરમાં પેસવાં દેશો નહિ તથા તેમને આવકારશો નહિ. 11 જે કોઇ એવાને આવકારે છે તે પણ તેની દુષ્ટતામાં ભાગીદાર થાય છે.

12 મારે કહેવાનું તો ઘણું છે, પણ એ બધું જ હું કાગળ કે શાહીથી લખવાં માગતો નથી. તેને બદલે, હું તમારી મુલાકાત કરવાની આશા રાખું છું અને મોંઢામોઢ વાત કરવા માગું છું, જેથી આપણો આનંદ સંપૂર્ણ થાય.

13 ઈશ્વરે પસંદ કરેલી તારી બહેનનાં બાળકો, જે ઇશ્વરથી પસંદ કરાયેલી છે, તે તમને ક્ષેમકુશળ કહે છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 João
Ver todos os capítulos de 2 João