અધમઁનો માણસ
1 હવે, ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ મસીહના પુનરાગમન અને તેમની સાથે આપણા એકત્ર થવા વિશે, અમે તમને વિનંતી કરીએ છીએ, 2 અમારા તરફથી કથિત શિક્ષણથી, ભલે તે ભવિષ્યવાણી દ્રારા હોય કે મૌખિક રીતે કે પત્ર દ્રારા પ્રભુનો દિવસ આવી ગયો છે એવી અફવા સાંભળીને અસ્વસ્થ કે ગભરાઈ ન જશો. 3 કોઈ તમને છેતરે નહિ, કારણ કે જયાં સુધી બળવો ન થાય અને દુષ્ટ માણસ, જેનો વિનાશ થવાની તૈયારી છે, તે પ્રગટ ન થાય, ત્યાં સુધી તે દિવસ આવશે નહિ. 4 તે જે ઈશ્વર કહેવાય છે અથવા જે પૂજ્ય મનાય છે, તેની વિરુદ્બ તે પોતાને મોટો મનાવશે, જેથી પોતે ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઇશ્વરનાં મંદિરમાં બેસે.
5 હું તમારી સાથે હતો ત્યારે આ બધું મેં તમને કહ્યું હતું તે શું તમને યાદ નથી? 6 હવે, તેને નિર્ધારિત સમયે પ્રગટ થવામાં શું અટકાવરૂપ છે તે તમે જાણો છો. 7 કેમકે અધમઁની ગુપ્ત શક્તિ કામ કરી રહી છે; પણ હાલ જે અટકાવનાર છે તેને દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી તે કામ કરતો રહેશે. 8 પછી તે અધમીઁ પ્રગટ થશે અને પ્રભુ ઈસુ પોતાના મુખનાં શ્વાસથી તેનો સંહાર કરશે, તથા પોતાના આગમનના સામર્થ્યથી તેનો નાશ કરશે. 9 શેતાનનાં કાયોઁ પ્રમાણે તે અધમીઁ માણસ આવશે. તે જૂઠાણાંને સેવા આપતાં ચિહ્નો અને ચમત્કારો દ્રારા તમામ પ્રકારની શકિતનો ઉપયોગ કરશે. 10 અને જેઓ નાશને માર્ગે છે તેઓને તે પૂરેપૂરા છેતરશે. કારણ કે તેઓએ બચવાને માટે પ્રેમથી સત્યનો સ્વીકાર કયોઁ નહિ, પણ તેનો તેઓએ ઈન્કાર કર્યો. 11 આ કારણથી ઈશ્વરે તેઓને એક શકિતશાળી ભ્રમ મોકલ્યો જેથી તો જૂઠાણાં પર વિશ્વાસ કરે. 12 અને તેથી જેઓએ સત્યમાં વિશ્વાસ કયોઁ નહિ, પણ દુષ્ટતામાં આનંદ કયોઁ તેઓ બધાને દોષિત ઠરવવાને માટે.