Pular para o conteúdo
Publicidade

3 યોહાન 1

1 વડીલ,

એવા મારા પ્રિય મિત્ર ગાયસ, જેને હું સત્યમાં પ્રેમ કરું છું.

2 પ્રિય મિત્ર, હું પ્રાર્થના કરું છું કે જેમ તું આત્મામાં ક્ષેમકુશળ છે તેમ શરીરે પણ સવઁ વાતે ક્ષેમકુશળ તથા તંદુરસ્ત રહે. 3 આવેલા કેટલાક વિશ્વાસીઓએ મને તારા વિશ્વાસુંપણાં અને સત્ય વિષે મને સાક્ષી આપી કે તું સત્યમાં કેવી રીતે ચાલે છે, એથી મને ખૂબ આનંદ થયો. 4 જયારે મારા સાંભળવામાં આવે કે મારા બાળકો સત્યમાં ચાલે છે, ત્યારે એ કરતાં વધારે મને મોટો આનંદ થતો નથી.

5 પ્રિય મિત્રો, ભાઈઓ અને બહેનો માટે, જો કે તેઓ તારા માટે પારકા છે તોપણ, તું જે કાંઇ કામ કરે છે તે તું વિશ્વાસ કરનારને યોગ્ય કામ કરે છે; 6 તેઓએ મંડળીને તમારા પ્રેમ વિશે કહ્યું છે, ઇશ્વરને પ્રસન્ન થાય એવી રીતે તું તેઓને આગળ વળાવજે. 7 તેમના નામની ખાતર તેઓ બહાર નીકળ્યાં છે, ને વિદેશીઓ પાસેથી કાંઇ લેતાં નથી. 8 તેથી આપણે એવા લોકોની સેવા કરવી જોઈએ, જેથી આપણે સત્યમાં સાથે કામ કરી શકીએ.

9 મેં મંડળીને લખ્યું છે, પરંતુ દીયોત્રેફેસ કે જે પહેલો થવા ચાહે છે, તે અમારું સ્વાગત નહિ કરે. 10 એ માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તેને હું યાદ કરાવીશ; તે અમારી વિરુધ્ધ ભૂંડુ બોલીને બકબક કરે છે; અને એટલેથી સંતુષ્ટ ન થઇને તે પોતે બીજા વિશ્વાસીનો અંગીકાર કરતો નથી; તેમજ જેઓ એમ કરવાની ઇચ્છા રાખે છે તેઓને તે અટકાવે છે, અને મંડળીમાંથી તેઓને બહિષ્કૃત કરે છે.

11 પ્રિય મિત્ર, ભૂંડાનું નહિ પણ સારાનું અનુકરણ કર. જે સારુ કરે છે તે ઈશ્વર તરફથી છે. જે કોઇ ભૂંડું કરે છે તેણે ઇશ્વરને જોયા નથી. 12 દેમેત્રિયસ વિશે બધા સારું બોલે છે, અને સત્ય પોતાના વિશે પણ. અમે પણ તેના વિશે સારું બોલીએ છીએ, અને તમે જાણો છો અમારી સાક્ષી સાચી છે.

13 મારે ઘણું લખવાનું છે, પણ હું તે પેન અને શાહીથી નથી કરવાં માંગતો. 14 હું ટૂંક સમયમાં તને મળવાની આશા રાખું છું, અને ત્યારે આપણે મોંઢામોઢ વાતો કરીશું.

15 તને શાંતિ થાઓ.

અહીંના મિત્રો પ્રેમી સલામ પાઠવે છે. ત્યાંનાં મિત્રોને નામ લઇને શુભેચ્છા પાઠવજે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

3 João
Ver todos os capítulos de 3 João