Pular para o conteúdo
Publicidade

માર્ક 1:35-39

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ગાલીલમાં ઈસુનો ઉપદેશ

35 સવારે અજવાળું થતાં પહેલાં ઘણાં વહેલા ઊઠીને ઈસુ બહાર ગયા; અને ઉજ્જડ જગ્યાએ જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી. 36 સિમોન તથા જેઓ તેમની સાથે હતા, તેઓ તેમની શોધમાં નીકળ્યા; 37 અને તેઓ તેમને મળીને કહે છે કે, ‘બધા તમને શોધે છે.’"

38 તે તેઓને કહે છે કે, ‘આપણે પાસેના ગામોમાં જઈએ કે, હું ત્યાં પણ ઉપદેશ આપું; કેમ કે એ જ માટે હું આવ્યો છું.’" 39 આખા ગાલીલમાં તેઓનાં સભાસ્થાનોમાં જઈને તેઓ ઉપદેશ આપતા અને દુષ્ટાત્માઓને કાઢતાં હતા.

માથ. 8:1-4; લૂક 5:12-16

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    35 વહેલી સવારે, હજી અંધારું હતું, ત્યારે ઈસુ ઉઠ્યા, ઘર છોડી ને એકાંત જગ્યાએ જઈ તેમણે ત્યાં પ્રાર્થના કરી. 36 સિમોને અને બીજાઓએ જઈને તેમની શોધ કરી. 37 ઈસુ મળ્યાં ત્યારે તેઓએ કહ્યું, "બધાં તમને શોધી રહ્યા છે."

    38 ઈસુએ ઉત્તર આપ્યો, "આપણે બીજા ગામોમાં પણ જવું જોઈએ અને ત્યાં પણ મારે ઉપદેશ આપવો જોઈએ, એ માટે હું આવ્યો છું." 39 પછી આખા ગાલીલ પ્રાંતમાં ફરીને તેમણે સભાસ્થાનોમાં ઉપદેશ કરતા, અને અશુધ્ધ આત્માઓ કાઢતા હતા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.