ઈસુ એકાંતમાં પ્રાથઁના કરે છે
35 વહેલી સવારે, હજી અંધારું હતું, ત્યારે ઈસુ ઉઠ્યા, ઘર છોડી ને એકાંત જગ્યાએ જઈ તેમણે ત્યાં પ્રાર્થના કરી. 36 સિમોને અને બીજાઓએ જઈને તેમની શોધ કરી. 37 ઈસુ મળ્યાં ત્યારે તેઓએ કહ્યું, "બધાં તમને શોધી રહ્યા છે."
38 ઈસુએ ઉત્તર આપ્યો, "આપણે બીજા ગામોમાં પણ જવું જોઈએ અને ત્યાં પણ મારે ઉપદેશ આપવો જોઈએ, એ માટે હું આવ્યો છું." 39 પછી આખા ગાલીલ પ્રાંતમાં ફરીને તેમણે સભાસ્થાનોમાં ઉપદેશ કરતા, અને અશુધ્ધ આત્માઓ કાઢતા હતા.