Pular para o conteúdo
Publicidade

માર્ક 12:41-44

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

વિધવા સ્ત્રીનું દાન

41 ઈસુએ દાનપેટીની સામે બેસીને, લોકો પેટીમાં પૈસા કેવી રીતે નાખે છે, તે જોયું અને ઘણાં શ્રીમંતો તેમાં વધારે નાખતા હતા. 42 એક ગરીબ વિધવાએ આવીને તેમાં બે નાના સિક્કા નાખ્યા.

43 ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ગરીબ વિધવાએ તે સર્વ કરતાં વધારે દાન આપ્યું છે. 44 કેમ કે એ સહુએ પોતાની જરૂરિયાત કરતાં વધારે હતું તેમાંથી દાન પેટીમાં કંઈક આપ્યું છે, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    41 જયાં અપઁણો મૂકવામાં આવ્યા હતા તેની સામે ઈસુ બેઠા અને ભીડને તેમના પૈસા મંદિરનાં ભંડારમાં નાખતા જોયા. ઘણા પૈસાદાર લોકો તેમાં મોટી રકમ નાંખતા હતાં. 42 પરંતુ એક ગરીબ વિધવા આવી, અને તેણે તેમાં તાંબાના બે નાનાં સિક્કા નાંખ્યાં, જેની કિંમત થોડા સેન્ટ્‌સ હતી.

    43 ઈસુએ શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, "હું તમને સાચે જ કહું છું કે, આ ગરીબ વિધવાએ બીજા બધા કરતા વધારે ભંડારમાં નાખ્યું છે. 44 તેઓએ પોતાની સંપતિમાંથી આપ્યું, પણ તેણે પોતાની ગરીબાઈમાંથી બધું જ આપી દીધું છે. તેણે જીવવા માટે જે હતું તે બધું જ આપી દીધું."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.