વિધવાનું દાન
41 જયાં અપઁણો મૂકવામાં આવ્યા હતા તેની સામે ઈસુ બેઠા અને ભીડને તેમના પૈસા મંદિરનાં ભંડારમાં નાખતા જોયા. ઘણા પૈસાદાર લોકો તેમાં મોટી રકમ નાંખતા હતાં. 42 પરંતુ એક ગરીબ વિધવા આવી, અને તેણે તેમાં તાંબાના બે નાનાં સિક્કા નાંખ્યાં, જેની કિંમત થોડા સેન્ટ્સ હતી.
43 ઈસુએ શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, "હું તમને સાચે જ કહું છું કે, આ ગરીબ વિધવાએ બીજા બધા કરતા વધારે ભંડારમાં નાખ્યું છે. 44 તેઓએ પોતાની સંપતિમાંથી આપ્યું, પણ તેણે પોતાની ગરીબાઈમાંથી બધું જ આપી દીધું છે. તેણે જીવવા માટે જે હતું તે બધું જ આપી દીધું."