Pular para o conteúdo
Publicidade

માર્ક 15:21,22,24-27

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ઈસુનો ક્રૂસ મૃત્યુ

21 સિમોન નામે કુરેનીનો એક માણસ જે આલેકસાંદરનો તથા રૂફસનો પિતા હતો, તે ખેતરથી આવતાં ત્યાં થઈને જતો હતો. તેની પાસે સિપાઈઓએ બળજબરીથી ઈસુનો વધસ્તંભ ઊંચકાવ્યો. 22 ગલગથા નામની જગ્યા, જેનો અર્થ ‘ખોપરીની જગ્યા’ છે, ત્યાં તેઓ તેમને લાવ્યા. 24 સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં અને તેઓમાંના પ્રત્યેકે ઈસુના વસ્ત્રનો કયો ભાગ લેવો, તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખી. તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધાં.

25 સવારમાં લગભગ નવ વાગ્યે તેઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં. 26 તેના ઉપર ઈસુનું એવું તહોમતનામું લખ્યું હતું કે "યહૂદીઓનો રાજા." 27 ઈસુની સાથે તેઓએ બે ચોરોને વધસ્તંભે જડ્યાં, એકને તેમની જમણી તરફ અને બીજાને ડાબી તરફ.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    21 સિમોન કરીને કૂરેનીનો એક માણસ કે જે એલેક્ષઝાંડર તથા રૂફસનો પિતા હતો. દેશમાંથી આવતા ત્યાં થઈને જતો હતો, તેઓએ જબરદસ્તીથી તેની પાસે ક્રૂસ ઊંચકાવ્યો. 22 તેઓ ઈસુને ગલગોથા નામની જગાએ લાવ્યાં ("ગલગોથાનો અર્થ ખોપરી થાય છે"). 24 પછી તેઓએ તેમને ક્રૂસે જડયાંં, અને તેમનાં કપડાંનો કયો ભાગ મળશે, તે જોવા માટે ચિઠ્ઠીઓ નાંખી.

    25 સવારના નવ વાગે તેઓએ તેમને વધસ્તંભે જડયા. 26 તેમની સામેના આરોપની લખેલું તોહમતનામું આ પ્રમાણે હતું:

    યહૂદીઓનો રાજા.

    27 તેમની સાથે બે લુંટારાઓને પણ તેમની સાથે જડવામાં આવ્યા હતા, એકને તેમની જમણી ને બીજાને તેમની ડાબી તરફ

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.