ઈસુ ક્રૂસે જડાયા
21 સિમોન કરીને કૂરેનીનો એક માણસ કે જે એલેક્ષઝાંડર તથા રૂફસનો પિતા હતો. દેશમાંથી આવતા ત્યાં થઈને જતો હતો, તેઓએ જબરદસ્તીથી તેની પાસે ક્રૂસ ઊંચકાવ્યો. 22 તેઓ ઈસુને ગલગોથા નામની જગાએ લાવ્યાં ("ગલગોથાનો અર્થ ખોપરી થાય છે"). 24 પછી તેઓએ તેમને ક્રૂસે જડયાંં, અને તેમનાં કપડાંનો કયો ભાગ મળશે, તે જોવા માટે ચિઠ્ઠીઓ નાંખી.
25 સવારના નવ વાગે તેઓએ તેમને વધસ્તંભે જડયા. 26 તેમની સામેના આરોપની લખેલું તોહમતનામું આ પ્રમાણે હતું:
યહૂદીઓનો રાજા.
27 તેમની સાથે બે લુંટારાઓને પણ તેમની સાથે જડવામાં આવ્યા હતા, એકને તેમની જમણી ને બીજાને તેમની ડાબી તરફ