Pular para o conteúdo
Publicidade

1 થેસ્સાલોનિકી 1

1 થેસ્સાલોનિકાની મંડળીના સર્વને લખનાર પાઉલ,

સિલાસ તથા તિમોથી,

ઈશ્વર પિતા તથા પ્રભુ ઈસુ મસીહ તરફથી તમારાં પર કૃપા તથા શાંતિ થાઓ:

થેસ્સલોનિકીઓના વિશ્વાસને લીધે આભારસ્તુતિ

2 તમારાં માટે અમે હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ છીએ અને અમારી પ્રાર્થનાઓમાં તમને સતત યાદ કરીએ છીએ. 3 આપણા ઈશ્વર તથા બાપની આગળ તમારાં વિશ્વાસપૂવઁક કામ, પ્રેમપૂવઁક મહેનત તથા આપણા પ્રભુ ઈસુ મસીહ પર ધીરજથી રાખેલી દ્રઢ આશા, અમે નિરંતર સંભારીએ છીએ.

4 ભાઈઓ અને બહેનો આપણે જાણીએ છીએ કે ઈશ્વરને તમે પ્રિય છો અને તેમણે તમને પસંદ કર્યા છે. 5 કેમકે અમારા સુસમાચાર માત્ર શબ્દો જ ન હતા, પરંતુ પવિત્ર આત્માના સામર્થ્ય સાથે હતા અને તમને ખાતરી કરી આપી. વળી તમારામાં અમે કેવું જીવન જીવ્યા એ તમે જાણો છો. 6 માટે તમે અમને અને પ્રભુને અનુસરનારા થયા. જો કે તમારે ઘણાં સંકટો અને દુઃખો સહન કરવાં પડયાં, તોપણ તમે તે સંદેશો પવિત્ર આત્મા દ્વારા મળતા આનંદથી સ્વીકારી લીધો. 7 એ રીતે તમે મકદોનિયા અને અખાયામાંના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ બન્યા. 8 તમારી મારફતે ઈશ્વરનું વચન ફકત મકદોનિયા અને અખાયામાં પહોંચ્યું છે એટલું જ નહિ, પણ સવઁ સ્થળે ઈશ્વર પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો; એ વિષે અમારે કંઈ કહેવાની જરૂર નથી. 9 કેમકે તેઓએ પોતે અમારો કેવો આવકાર કયોઁ તેના વિષે અમને જણાવ્યું છે. તમે મૂર્તિઓ તરફથી કેવી રીતે સત્ય અને જીવંત ઈશ્વર તરફ ફર્યા તે વિશે લોકો અમને કહે છે, 10 વળી સ્વર્ગમાંથી તેમના પુત્ર જેમને ઈશ્વરે મૃત્યુમાંથી સજીવન કર્યા તેની તમે રાહ જુઓ છો, ઈસુ કે જે આપણને આવનાર ભયંકર કોપથી બચાવે છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

1 Tessalonicenses
Ver todos os capítulos de 1 Tessalonicenses