Pular para o conteúdo
Publicidade

કલોસ્સી 4

1 માલિકો, તમે તમારાં નોકરો પ્રત્યે ન્યાયી અને માયાળુ વર્તન રાખો. કારણ કે તમે જાણો છે કે સ્વર્ગમાં તમારાં પણ એક માલિક છે.

વધુ સૂચનાઓ

2 પ્રાર્થનામાં સતત મંડયા રહો, જાગતાં રહો અને આભાર માનતા રહો. 3 અને અમારા માટે પણ પ્રાર્થના કરો કે, મસીહના જે મમઁને સારું હું બંધનમાં છું તે કહેવાને ઈશ્વર અમારા માટે દ્રાર ખોલે. 4 પ્રાથઁના કરો કે જેમ મારે બોલવું જોઈએ તેમ સ્પષ્ટ રીતે હું તે પ્રગટ કરું. 5 બહારનાં લોકો સાથે વ્યવહાર કરવામાં સમજદાર બનો; દરેક તકનો સદઉપયોગ કરો. 6 તમારું બોલવું હંમેશા કૃપાયુકત સલૂણૂં હોય જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો.

અંતિમ શુભેચ્છાઓ

7 આપણો વહાલો ભાઈ તુર્ખીકસ મારા વિષે સઘળું જણાવશે. તે વહાલો ભાઈ છે, એક વિશ્વાસુ સેવક અને પ્રભુની સેવામાં સાથીદાસ છે. 8 મેં તેને તમારી પાસે મોકલ્યો છે. એ માટે કે તે અમારી સ્થિતિ વિષે જણાવે અને તમને ઉત્તેજન આપે. 9 વળી તે ઓનેસીમસ સાથે આવે છે, તે આપણો વિશ્વાસુ અને વહાલો ભાઈ કે તમારામાંનો એક છે. તેઓ તમને અહીંના બધા સમાચાર આપશે.

10 અરિસ્તાર્ખસ મારી સાથે અહીં જેલમાં છે. તે અને બાર્નાબાસનો સગો માર્ક તમને પ્રેમપૂર્વક શુભેચ્છા પાઠવે છે. જેને વિષે તમને આજ્ઞા મળી છે, કે તે જો તમારી પાસે આવે તો તેનો આવકાર કરજો.

11 ઈસુ જે યુસ્તસ કહેવાય છે, તે પણ તમને સલામ પાઠવે છે. તેઓ જ માત્ર યહૂદીઓ છે કે જેઓ ઇશ્વરના રાજયને માટે મારા સહકમીઁ છે, અને તેઓ મને દિલાસારૂપ છે.

12 અને મસીહ ઈસુનો સેવક એપાફ્રાસ જે તમારાંમાંનો એક છે તમને કુશળતા પાઠવે છે. તે હંમેશા તમારાં માટે આગ્રહપૂર્વક પ્રાર્થના કરે છે, ઈશ્વરની સવઁ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂણઁ થઇને તમે દ્રઢ રહો. 13 કેમકે તમારે સારું તથા હું જેઓ લાઓદિકિયામાં અને હિયરાપોલિસમાં રહે છે તેઓને સારું તે બહુ કામ કરે છે, એ વિષે હું સાક્ષી આપું છું.

14 આપણો પ્રિય મિત્ર ડોકટર લૂક તથા દેમાસ તમને શુભેચ્છા પાઠવે છે.

15 લાઓદિકિયામાંના ભાઈઓ અને બહેનોને, નુમ્ફાને તથા તેના ઘરમાં જે મંડળી મળે છે તે સહુને મારી સલામ કહેજો.

16 આ પત્ર વાંચી રહ્યા પછી, તમે લાઓદિકિયાની મંડળીને વંચાવજો અને તેમને લખેલ મારો પત્ર તમે પણ વાંચજો.

17 વળી આર્ખિપસને જણાવજો કે, "પ્રભુ તરફથી સોંપેલું સેવાકાર્ય તે પુરું કરે."

18 હું, પાઉલ, આ મારે હાથે લખેલી સલામ વાંચજો. મારા બંધનો યાદ રાખજો. તમારા પર કૃપા થાઓ.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Colossenses
Ver todos os capítulos de Colossenses