Pular para o conteúdo
Publicidade

1 થેસ્સાલોનિકી 5:1-5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

પ્રભુનો દિવસ

1 હવે ભાઈઓ અને બહેનો, સમયો તથા પ્રસંગો વિશે મારે તમને લખવાની જરૂર નથી. 2 કારણ કે તમે સારી રીતે જાણો છો કે જેમ રાત્રે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે. 3 જયારે લોકો કહેતાં હશે કે, "શાંતિ અને સલામતી!" ત્યારે અચાનક શરૂ થતી પ્રસૂતિની વેદનાની માફક તેઓના પર વિનાશ આવી પડશે. અને તેઓ બચી નહિ જશે.

4 પણ ભાઈઓ અને બહેનો, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની માફક તમારાં પર આવી પડે. 5 કારણ કે તમે સર્વ પ્રકાશનાં અને દિવસનાં સંતાનો છો. તમે અંધકારના કે રાત્રિનાં નથી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 હવે ભાઈઓ, સમયો તથા ઈશ્વરીય પ્રસંગો વિષે તમને લખી જણાવવાંની કોઈ જરૂર નથી. 2 કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાત્રે ચોર આવે છે તે પ્રમાણે પ્રભુ ઈસુનો દિવસ આવી રહ્યો છે. 3 કેમ કે જયારે લોકો કહેશે કે, ‘શાંતિ તથા સલામતી છે’, ત્યારે સગર્ભાની વેદનાની જેમ તેઓનો એકાએક વિનાશ થશે, તેઓ બચવા પામશે જ નહિ.

    4 પણ ભાઈઓ, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની પેઠે તમારા પર આવી પડે. 5 તમે સઘળાં અજવાળાનાં અને દિવસના દીકરાઓ છો; આપણે રાતનાં કે અંધકારનાં સંતાનો નથી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

1 Tessalonicenses
Ver todos os capítulos de 1 Tessalonicenses