Pular para o conteúdo
Publicidade

1 થેસ્સાલોનિકી 5

પ્રભુનો દિવસ

1 હવે ભાઈઓ અને બહેનો, સમયો તથા પ્રસંગો વિશે મારે તમને લખવાની જરૂર નથી. 2 કારણ કે તમે સારી રીતે જાણો છો કે જેમ રાત્રે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે. 3 જયારે લોકો કહેતાં હશે કે, "શાંતિ અને સલામતી!" ત્યારે અચાનક શરૂ થતી પ્રસૂતિની વેદનાની માફક તેઓના પર વિનાશ આવી પડશે. અને તેઓ બચી નહિ જશે.

4 પણ ભાઈઓ અને બહેનો, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની માફક તમારાં પર આવી પડે. 5 કારણ કે તમે સર્વ પ્રકાશનાં અને દિવસનાં સંતાનો છો. તમે અંધકારના કે રાત્રિનાં નથી. 6 માટે આપણે બીજાઓની જેમ ઊંઘીએ નહિ પણ જાગૃત અને સાવધ રહીએ. 7 કેમકે ઊંઘનારા રાત્રે ઊંઘે છે ને દારૂડિયા રાત્રે દારૂ પીએ છે. 8 પરંતુ આપણે તો દિવસનાં છીએ, માટે સાવધ રહો, વિશ્વાસ અને પ્રેમનું બખ્તર તથા તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ. 9 કેમકે ઈશ્વરે આપણને કોપને માટે નહિ, પણ આપણા પ્રભુ ઈસુ મસીહ મારફતે આપણું તારણ થાય એ માટે પસંદ કર્યા છે. 10 આપણે જાગતાં હોઈએ કે ઊંઘતા હોઈએ પણ આપણે તેમની સાથે જીવીએ તે માટે તેઓ મરણ પામ્યા. 11 તેથી તમે હમણાં કરો છો તેમજ એકબીજાને ઉત્તેજન આપવાનું અને વૃધ્ધિ પામવાનું ચાલુ રાખો.

અંતિમ સુચનો

12 હવે અમે તમને કહીએ છીએ કે, પ્રિય ભાઈઓ અને બહેનો, જેઓ તમારાંમાં પરિશ્રમ કરે છે, પ્રભુમાં તમારી સંભાળ લે છે, અને તમને ઉપદેશ આપે છે તેઓની કદર કરો. 13 તેઓના કામને લીધે પ્રેમપૂર્વક તેઓને અતીઘણું માન આપો, તમે માંહોમાંહે શાંતિમાં રહો. 14 અને ભાઈઓ અને બહેનો, જેઓ આળસુ, અને તોફાનીઓને ચેતવણી આપો, બીકણોને હિંમત આપો, નિર્બળોને મદદ કરો અને દરેક ની સાથે ધીરજથી વર્તો. 15 સાવધ રહો કે તમે ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળો. પરંતુ હંમેશાં એકબીજાનું અને સર્વનું ભલું કરવા કોશિશ કરો.

16 સદા આનંદ કરો, 17 નિત્ય પ્રાર્થના કરો, 18 દરેક સંજોગોમાં ઈશ્વરનો આભાર માનો, કેમકે તમારા વિષે મસીહ ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી છે.

19 આત્માને ન હોલવો; 20 પ્રબોધને તુચ્છ ન ગણો. 21 દરેક ની પારખ કરો; જે સારું છે તે ગ્રહણ કરો. 22 તમામ દુષ્ટતાઓથી દૂર રહો.

23 હવે શાંતિદાતા ઈશ્વર પોતે તમને સંપૂર્ણ શુધ્ધ અને પવિત્ર બનાવો. વળી તમારાં આત્મા, પ્રાણ અને શરીરને આપણા પ્રભુ ઈસુ મસીહના આગમન સુધી નિર્દોષ રાખો. 24 જે તમને તેડું આપે છે તે વિશ્વાસયોગ્ય છે, તે એમ કરશે.

25 ભાઈઓ અને બહેનો, અમારે માટે પ્રાર્થના કરજો.

26 પ્રભુના સર્વ લોકોને પવિત્ર ચુંબનથી સલામ કહેજો.

27 પ્રભુને નામે હું તમને આગ્રહથી કહું છું કે આ પત્ર સર્વ ભાઈઓ અને બહેનોને વાંચી સંભળાવજો.

28 આપણા પ્રભુ ઈસુ મસીહની કૃપા તમ સર્વની સાથે હો.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

1 Tessalonicenses
Ver todos os capítulos de 1 Tessalonicenses