Pular para o conteúdo
Publicidade

1 થેસ્સાલોનિકી 5:4-9

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

4 પણ ભાઈઓ અને બહેનો, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની માફક તમારાં પર આવી પડે. 5 કારણ કે તમે સર્વ પ્રકાશનાં અને દિવસનાં સંતાનો છો. તમે અંધકારના કે રાત્રિનાં નથી. 6 માટે આપણે બીજાઓની જેમ ઊંઘીએ નહિ પણ જાગૃત અને સાવધ રહીએ. 7 કેમકે ઊંઘનારા રાત્રે ઊંઘે છે ને દારૂડિયા રાત્રે દારૂ પીએ છે. 8 પરંતુ આપણે તો દિવસનાં છીએ, માટે સાવધ રહો, વિશ્વાસ અને પ્રેમનું બખ્તર તથા તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ. 9 કેમકે ઈશ્વરે આપણને કોપને માટે નહિ, પણ આપણા પ્રભુ ઈસુ મસીહ મારફતે આપણું તારણ થાય એ માટે પસંદ કર્યા છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    4 પણ ભાઈઓ, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની પેઠે તમારા પર આવી પડે. 5 તમે સઘળાં અજવાળાનાં અને દિવસના દીકરાઓ છો; આપણે રાતનાં કે અંધકારનાં સંતાનો નથી. 6 એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહિ, પણ જાગતા તથા સાવધાન રહીએ. 7 કેમ કે ઊંઘનારાઓ રાત્રે ઊંઘે છે અને દારૂ પીનારાઓ રાત્રે છાકટા થાય છે.

    8 પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર અને ઉદ્ધારની આશાનો ટોપ પહેરીને સાવધાન રહીએ. 9 કેમ કે ઈશ્વરે આપણને કોપને સારુ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરવા સારુ નિર્માણ કર્યા છે;

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

1 Tessalonicenses
Ver todos os capítulos de 1 Tessalonicenses