અપીલનું નવીનીકરણ
1 માટે, મારા દીકરા, તિમોથી, મસીહ ઈસુની કૃપામાં તું બળવાન થા. 2 જે વાતો તેં ઘણાં સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે તું એવા વિશ્વાસુ માણસોને શીખવ કે તેઓ તે બીજાઓને પણ શીખવે. 3 મારી સાથે તું પણ મસીહ ઈસુના સારાં સૈનિક તરીકે દુઃખ સહન કરવા સામેલ થા. 4 ખ્રિસ્તના સૈનિક તરીકે તું કોઈ સાંસારિક કામકાજમાં ગૂંથાતો નહિ, જેથી તે તેનાં ઉપરી અમલદારને સંતોષ પમાડી શકે. 5 વળી જો કોઇ અખાડામાં હરીફાઈમાં ઉતરે, નિયમ પ્રમાણે હરીફાઈ કયાઁ વગર તેને ઈનામ મળતું નથી. 6 સખત મહેનત કરનાર ખેડૂતને પ્રથમફળ મળવાં જોઈએ.
11 આ વચન વિશ્વાસ કરવા યોગ્ય છે:
જો આપણે તેમની સાથે મૃત્યુ પામીએ,
તો તેમની સાથે જીવીશું પણ ખરા;
12 જો અંત સુધી ટકી રહીએ,
તો આપણે તેમની સાથે રાજ્ય કરીશું.
જો આપણે તેમનો નકાર કરીએ તો,
તો તે આપણો પણ નકાર કરશે.
13 જો આપણે અવિશ્વાસી હોઈએ,
તોપણ તે વિશ્વાસુ રહે છે,
કેમકે તેઓ પોતાનો નકાર કરી શકતા નથી.