Pular para o conteúdo
Publicidade

2 થેસ્સાલોનિકીઓને 3

પ્રાથઁના માટે વિનંતી

1 છેવટે, ભાઈઓ અને બહેનો, બિજી બાબતો વિશે, અમારા માટે પ્રાર્થના કરો કે જેમ તમારે ત્યાં થાય છે, તેમ પ્રભુનો સંદેશો ઝડપથી ફેલાય અને તેમનો મહિમા થાય. 2 વળી દુષ્ટ માણસોથી અમારો બચાવ થાય એ માટે પણ પ્રાર્થના કરો, કારણ કે બધા માણસો વિશ્વાસ કરનાર નથી. 3 પરંતુ પ્રભુ વિશ્વાસુ છે, અને તે તમને બળવાન કરશે અને દુષ્ટ શેતાનથી તમારું રક્ષણ કરશે. 4 અમને પ્રભુમાં ભરોસો છે કે અમે તમને જે જે આજ્ઞા આપીએ છીએ તે તે તમે પાળો છો અને પાળશો, એવો પ્રભુમાં અમે ભરોસો રાખીએ છીએ. 5 પ્રભુ તમારા હ્રદયોને પ્રેમ અને મસીહની ધીરજ તરફ દોરો.

આળસ વિરુધ્ધ ચેતવણી

6 પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ મસીહના નામમાં અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે કોઇ આળસુ અને અવ્યવસ્થિત રહે છે, અને આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી, એવા દરેક વિશ્વાસીથી દૂર રહો. 7 કારણ કે તમે પોતે જાણો છો કે તમારે અમારા ઉદાહરણને કેવી રીતે અનુસરવું જોઈએ. જયારે અમે તમારી સાથે હતાં ત્યારે અમે આળસુ ન હતાં. 8 અમે કોઈની પાસેથી મફત ખાધું નથી; તેના બદલે, અમે તમને કોઈને બોજારૂપ ન થઈએ તેથી અમે રાતદિવસ મહેનત તથા કષ્ટથી કામ કયુઁ છે. 9 અમને તમારી પાસેથી મદદ લેવાનો હક ન હતો એમ નહિ, પણ તમે અમારું અનુકરણ કરો માટે એક નમૂનો તમને મળે તે માટે અમે એમ કર્યું હતું. 10 કેમકે જયારે અમે તમારી સાથે હતા, ત્યારે અમે તમને આ નિયમ આપ્યો હતો કે: "જે કોઈ કામ કરવા તૈયાર નથી, તેણે ખાવું નહિ."

11 પણ અમારા સાંભળવામાં આવ્યું છે કે તમારાંમાંના કેટલાક આળસુ અને સ્વછંદી છે. તેઓ વ્યસ્ત નથી, પણ બીજાઓનાં કામમાં દખલગીરી કરે છે. 12 પ્રભુ ઈસુ મસીહના નામમાં અમે એવા લોકોને આજ્ઞા અને વિનંતી કરીએ છીએ કે તેઓ સ્થાઈ થઇને શાંતીથી, કામ કરીને પોતે કમાઈને ખાય. 13 અને તમે, ભાઈઓ અને બહેનો, સારું કરતાં તમે કદી થાકો નહિ.

14 અમારા આ પત્રમાં જણાવેલી બાબતોને જો કોઈ ન માને તેને ધ્યાનમાં રાખીને તેની સાથે વ્યવહાર ન રાખો, જેથી તે શરમિંદો બને. 15 છતાં, તેને દુશ્મન ન ગણો, પરંતુ એક ભાઈની જેમ તેને ચેતવણી આપો અને તેને ચેતવો.

અંતિમ શુભેચ્છાઓ

16 હવે શાંતિનો પ્રભુ પોતે તમને સર્વ સમયે તથા સવઁ પ્રકારે શાંતિ આપો. પ્રભુ તમ સર્વની સાથે રહો.

17 હું પાઉલ મારા પોતાના હાથે તમને સલામ લખું છું. મારા સવઁ પત્રમાં એ નિશાની છે. એવી રીતે હું લખું છું.

18 આપણા પ્રભુ ઈસુ મસીહની કૃપા તમ સર્વ પર હો.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Tessalonicenses
Ver todos os capítulos de 2 Tessalonicenses