Pular para o conteúdo
Publicidade

ફિલેમોન 1

1 મસીહ ઈસુનાં સુસમાચાર ફેલાવવાને કારણે કેદી બનેલ પાઉલ તથા ભાઈ તિમોથી તરફથી,

અમારા વહાલાં સાથી કાર્યકર અને પ્રિય મિત્ર ફિલેમોનને, 2 આપણી બહેન આફિયા તથા આર્ખિપસ જે સહ સૈનિક છે, અને તારા ઘરમાં મળતી મંડળી:

3 આપણા ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ મસીહની કૃપા અને શાંતિ થાઓ.

આભારસ્તુતી અને પ્રાથઁના

4 જયારે હું મારી પ્રાર્થનાઓમા તમને યાદ કરું છું ત્યારે હંમેશાં હું મારા ઈશ્વરનો આભાર માનું છું. 5 કારણ કે હું પ્રભુનાં પવિત્ર લોક પ્રત્યેનાં તમારાં પ્રેમ વિશે અને પ્રભુમાં તમારાં વિશ્વાસ વિશે હું સાંભળું છું. 6 કે, આપણામાં જે સવઁ સારું છે તેનું જ્ઞાન થયાથી તારા વિશ્વાસનું ભાગિયાપણું મસીહના મહિમાને સારું સફળ થાય. 7 મારા ભાઈ, તારા પ્રેમથી મને પણ પુષ્કળ આનંદ અને દિલાસો મળ્યાં છે, કારણ કે તારી ભલાઈને લીધે ઈશ્વરના લોકોનાં હૃદયો તાજગી પામ્યાં છે.

ઓનેસીમસને માટે વિનંતી

8 જો કે જે યોગ્ય છે તે તને આજ્ઞારૂપે કહેવાને મને મસીહથી પૂરી છૂટ છે ખરી, 9 પરંતુ હું વૃધ્ધ પાઉલ, મસીહ ઈસુનો બંદીવાન છું, તારા પ્રત્યેના પ્રેમને લીધે હું તને વિનંતી કરું છું. 10 મારી વિનંતી છે કે ઓનેસીમસ જે આ કેદખાનામાં પ્રભુમાં મારો પુત્ર બન્યો છે. 11 ભૂતકાળમાં તે તને ઉપયોગી નીવડયો નથી, પરંતુ હવે તે મને અને તને ઉપયોગી છે.

12 તેને પોતાને, એટલે મારા ખુદ હ્રદય જેવાને મેં તારી પાસે પાછો મોકલ્યો છે. 13 હું તેને અહીં મારી પાસે જ રાખવા ઇચ્છતો હતો જેથી સુસમાચારને લીધે હું જેલમાં છું ત્યારે તારા બદલે તે મને મદદરૂપ થાય. 14 પરંતુ તારો ઉપકાર પરાણે નહિ, પણ રાજીખુશીથી થાય, એ માટે તારી મરજી જાણ્યાં વિના હું તે પ્રમાણે કરવા માગતો નથી, 15 તે હંમેશને માટે તારી પાસે રહેવા પાછો આવે એ માટે જ તે થોડો સમય તારાંથી દૂર થયો હતો. 16 હવે તે ગુલામ નથી, પણ ગુલામથી વિશેષ છે, એટલે વહાલાં ભાઈ જેવો છે, તે મને વહાલો છે, તને પણ વહાલો છે, સાથી માણસ અને પ્રભુમાં ભાઈ જેવો છે.

17 જો તું ખરેખર મને ભાગીદાર માનતો હોય તો, જાણે મારો આવકાર કરતો હોય એ જ રીતે તું તેનો પણ આવકાર કરજે. 18 જો તેણે તારું કંઈ નુકશાન કર્યું હોય અથવા તારું કોઈ લેણું હોય તો તે મારે ખાતે ગણજે. 19 હું, પાઉલ, મારે પોતાને હાથે આ લખું છું કે હું તે પાછું ભરી આપીશ, ખરુ જો તું તારાં પોતાનો જ મારો કરજદાર છે પરંતુ તે વિશે હું તને કહેવા માંગતો નથી; 20 ભાઈ, હું ઇચ્છું છું કે તારાથી પ્રભુમાં મને કંઇક લાભ થાય; મસીહમાં મારું હ્રદય શાંત કર. 21 મને તારા આજ્ઞાપાલનમાં વિશ્વાસ છે તેથી હું લખું છું, કેમકે હું જાણું છું કે હું જે કહું છું તે કરતાં વિશેષ તું કરીશ.

22 અને બીજી એક વાત: મારા રહેઠાણની પણ વ્યવસ્થા કરજે. કારણ કે મારી આશા છે કે તમારી પ્રાર્થનાનાં જવાબરૂપે મને તમારી પાસે જલદી લઈ આવશે.

23 એપાફ્રાસ, મસીહ ઈસુમાં મારો સાથી જે બંદીવાન છે, તે તને કુશળતા પાઠવે છે.

24 એમ જ મારા સાથી કાર્યકરો માર્ક, અરિસ્તાર્ખસ, દેમાસ અને લૂક પણ તને શુભેચ્છા પાઠવે છે.

25 પ્રભુ ઈસુ મસીહની કૃપા તમારાં આત્માની સાથે હો.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Filemom
Ver todos os capítulos de Filemom