તિમોથી અને એપાફ્રાદિતસ
19 પ્રભુ ઈસુની ઇચ્છા હશે તો જલ્દીથી હું તિમોથીને તમારી પાસે મોકલીશ. જેથી તમારાં વિશેનાં સમાચાર કહેશે ત્યારે મને આનંદ થશે. 20 કેમકે તમારી કાળજી બરાબર રાખી શકે એના જેવો બીજો કોઇ મારી પાસે નથી. 21 કેમકે દરેક વ્યક્તિ મસીહ ઈસુના હિત પર નહિ, પણ પોતના જ હિત પર ધ્યાન આપે છે. 22 પણ તમે જાણો છો કે તિમોથીએ પોતાને સાબિત કયોઁ છે, કારણ કે જેમ પુત્ર તેના પિતા સાથે સેવા કરે છે તેમ તેણે મારી સાથે સુસમાચારના કાયઁમાં સેવા કરી છે.