5 એકબીજા સાથેના તમારા સબંધોમાં મસીહ ઈસુનાં જેવું મન રાખો:
6 જે પોતે ઈશ્વર હોવા છતાં,
તેમણે ઈશ્વર સાથે સમાનતાને પોતાના લાભ માટે ઉપયોગમાં લેવા ઇચ્છયું નહિ;
7 તેના બદલે તેમણે પોતાને ખાલી કર્યા,
તેમણે દાસનું રૂપ ધારણ કયુઁ,
અને તેઓ માણસની સમાનતામા આવ્યા,
8 અને તેઓ દેખાવમાં માણસના જેવા બન્યા,
અને પોતાને નમ્ર કયાઁ,
મરણને આધીન થયા,
ક્રૂસના મરણને.
9 તેથી ઈશ્વરે તેમને ઉચ્ચ સ્થાનો પર ઊંચા કર્યા,
અને બીજા સર્વ નામો કરતાં તેમને શ્રેષ્ઠ નામ આપ્યું,
10 કે સ્વર્ગમાં, પૃથ્વી પરના અને પૃથ્વીની નીચેનાં,
સર્વ ઈસુને નામે ઘુંટણે પડે,
11 અને દરેક જીભ કબૂલ કરે કે, ઈસુ મસીહ પ્રભુ છે.
જેથી ઈશ્વર પિતાનો મહિમા થાય.