Pular para o conteúdo
Publicidade

તિતસ 2:1-8

સુસમાચાર માટે સારું કરવું

1 પરંતુ, જે સાચું શિક્ષણ છે તે જતું શીખવજે. 2 વૃધ્ધ પુરુષને શાંત, ઠરેલ, માનપાત્ર, સંયમી, વિશ્વાસ, પ્રેમ અને ધીરજમાં દ્રઢ રહેવાનું શીખવ.

3 એ જ રીતે, વૃધ્ધ સ્ત્રીઓને શીખવ કે તેઓ જે રીતે જીવે છે તેમાં આદરણીય રહે, નિંદા ન કરે, ઘણો દ્રાક્ષારસ ન પીવે, પણ જે સારું છે તેનું શિક્ષણ આપે. 4 પછી તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિઓ તથા બાળકો પર પ્રેમ રાખવાનું સમજાવે. 5 તેઓ સંયમી અને શુધ્ધ મનવાળી બને, ઘરમાં કામકાજ કરનારી, તથા માયાળુ અને પતિઓને આધીન રહે. જેથી કોઈ ઇશ્વરના વચનની નિંદા ન કરે.

6 એ જ રીતે, જુવાનોને સંયમી રહેવા પ્રોત્સાહિત કરો. 7 દરેક બાબતમાં સારી કરણીઓ કરીને તેમને નમૂનારૂપ થા. તારા શિક્ષણમાં પ્રામાણિકતા, ગંભીરતા 8 અને શુધ્ધ વાણી કે જેને કોઈ દોષિત ન ઠરાવે, જેથી જેઓ તમારો વિરોધ કરે છે તેઓને આપણા વિષે કંઈ ભૂંડુ બોલવાનું કારણ ન મળવાથી તેઓ શરમાઈ જાય.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Tito
Ver todos os capítulos de Tito